ભરૂચ જિલ્લામાં બેફામ બનેલા બુટલેગરો સામે પોલીસ વિભાગે સતત તવાઈ બોલાવી છે, જિલ્લામાં વિવિધ સ્થળે પોલીસ દ્વારા રાત -દિવસ દરોડા પાડી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ઝડપી પાડવા સાથે અનેક બુટલેગરોને જેલના સળીયા ગણતા કર્યા છે તેવામાં વધુ એકવાર પોલીસે ખેતરમાંથી મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડી બે બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.
ભરૂચ જિલ્લા રાજપારડી – નેત્રંગ રોડ ઉપર ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે રાજપારડીનો લિસ્ટેડ બુટલેગર વિજય અંબુભાઇ વસાવાનો ઈંગ્લીસ દારૂનો જથ્થો મંગાવી ચંદન પાર્ક સોસાયટીની સામે આવેલ ખેતરમાં કટિંગ કરે છે જે બાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
પોલીસના દરોડામાં ઘાસના ઢગલામાં સંતાડેલ પ્રતિબંધિત ભારતીય બનાવટના વિદેશી દારૂની 3012 કિંમત 3,40,800 નો મુદ્દામાલ કબ્જે કરી મામલે વિજય અમરસંગ ઉર્ફે અંબુ વસાવા રહે, રાજપારડી ઉમિયા નગર નેત્રંગ તેમજ અમિત ઉર્ફે ડોલલાલ ઠાકોર વસાવા રહે, કરજણ કોલોની સામે નેત્રંગ રોડ નાઓને વોન્ટેડ જાહેર કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફફડાટની લાગણી છવાઈ જવા પામી છે.