Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : મનાડ ગામનાં બસ સ્ટેન્ડ પાસે બે ઇસમોએ પરિણીત યુવતીને બિભસ્ત શબ્દો બોલી મારામારી કરી.

Share

ભરૂચ તાલુકાનાં મનાડ ગામ ખાતે એટ્રોસીટીનો બનાવ બન્યો હતો. આ બનાવનાં ફરિયાદી મંજુબેન મોરારભાઈ શનુભાઈ રાઠોડના જણાવ્યા મુજબ આરોપી બળવંતસિંહ ભિમસિંહ ડોડીયા તેમજ અભી બળવંતસિંહ ડોડીયા રહે. મનાડ એ સાંજના સમયે જયારે ફરિયાદી મંજુબેન બસ સ્ટેન્ડ ઉપર થઈ ઘરે જતા હતા તે સમયે આરોપીઓએ ફરિયાદીની સાથે અભદ્ર વાતચીત કરી હતી તેમજ મહિલાઓનું અપમાન થાય અને જાતિ વિષયક અપમાન થાય તેવી વાણી ઉચ્ચારી હતી સાથે સાથે ઝપાઝપી પણ કરી હતી તે પછી ફરિયાદી પોતાના ઘરે જતા આરોપીઓએ તેના ઘરે જઈ ઝપાઝપી કરી હતી તેમજ હાથમાંનો દંડો ફરિયાદીને મારવા જતાં મંજુબેનને માથામાં ઇજા થઈ હતી. આ બનાવ અંગે રૂરલ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાતા પોલીસ તપાસનો આરંભ કરેલ છે.

Advertisement

Share

Related posts

નર્મદા જિલ્લામાં વકરતો કોરોના : વેપારી મંડળો તથા નગરપાલિકા સભ્યો સાથે વહીવટીતંત્રની બેઠક.

ProudOfGujarat

ભરૂચ : ફાટાતળાવથી ચાર રસ્તા સુધી રસ્તાઓ અને ડ્રેનેજ લાઈનો બિસ્માર હાલતમાં : ગ્રાન્ટ મળી છતાં કામગીરી હાથ ધરવામાં ન આવી.

ProudOfGujarat

VNSGUમાં ‘મિશન એમ્પ્લોયમેન્ટ-૨૦૨૬’ અંતર્ગત ભવ્ય પ્લેસમેન્ટ ફેર કેમ્પ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!