Proud of Gujarat
GujaratFeaturedINDIA

વેરાવળ : ડોળાસાના અડવી ગામે સાત સિંહો ટોળે વળી બેસેલ મળ્યા જોવા : સિંહ દર્શન માટે ટોળા ઉમટયા.

Share

ગીર સોમનાથ જીલ્‍લાના ડોળાસા નજીકના અડવી ગામે બોડીદર રોડ પર આવેલા નાથાભાઇ પુંજાભાઇ ડોડીયાની વાડીના ખુલ્‍લા મેદાનમાં સાત સિંહોનું ટોળુ આવી ચડી રાજાશાહી અંદાજમાં આરામ ફરમાવી રહેલુ નજરે પડ્યું હતુ. જેમાં સિંહોના દર્શન માટે ગ્રામજનો ઉમટી પડ્યા હતા. ડોળાસા નજીકના અડવી ગામે બોડીદર રોડ પર નાથાભાઇ પુંજાભાઇની વાડી આવેલી છે. આ વાડીમાં શેરડીના વાડ ઉભા છે. વાડમાં થોડા સમયથી સિંહ વસવાટ કરી આંટાફેરા કરી રહ્યાંની ખેડૂને જાણ હતી.

પરંતુ કોઇ લોકો સિંહોની પજવણી ન કરે તે માટે આ વાતની કોઇને જાણ કરી ન હતી. દરમ્‍યાન ગઇકાલે સાંજે પાંચેક વાગ્‍યા આસપાસ એક સાથે સાત સિંહોનું ટોળુ વાડીના ખેતરના ખુલ્‍લા પટમાં આવી રાજાશાહી અંદાજમાં બેસી ઠંડા પવનમાં આરામ ફરમાવતા જોવા મળેલા હતા. આ અદભૂત દ્રશ્ય જોવા ગ્રામજનો ઉમટી પડી પોતાના મોબાઇલમાં સિંહોનો રાજાશાહી અંદાજ કેદ કરવા લાગેલા હતા.

સિંહો ખેતરના પટમાં આવેલા હોવાની જાણ થતા વન વિભાગના રવિભાઇ મોરી, જીતેશ મોરી, દિનેશભાઇ સહિતનો સ્‍ટાફ સ્‍થળ પર પહોંચી જઇ ગ્રામજનોને દુર ખસેડ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ અને નર્મદા જિલ્લાના પ્રતિનિધિઓ આદિવાસી એકતા સંમેલનમાં ભાગ લેવા માટે આસામના દિફુ જવા રવાના…

ProudOfGujarat

ભાવનગરથી દહેજ આવતાં બે એસઆરપી કમાન્ડોને ટ્રકનાં ચાલકે અડફેટે લેતા એકનું મોત.

ProudOfGujarat

સુરતમાં ગરિમાં મહિલા અધિકાર મંચ દ્વારા મહિલાઓના હક્ક માટે કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!