Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભાવનગરથી દહેજ આવતાં બે એસઆરપી કમાન્ડોને ટ્રકનાં ચાલકે અડફેટે લેતા એકનું મોત.

Share

ભાવનગર જિલ્લાનાં રહેવાસી અને દહેજ મરીન પોલીસ મથક ખાતે કમાન્ડો તરીકે ફરજ બજાવતા બે એસ.આર.પી જવાનો મોટરસાઇકલ ઉપર વતનથી દહેજ જઇ રહયાં હતા ત્યારે જંબુસરના દેવકુઇ ગામ નજીક સામેથી આવતી ટ્રકનાં ચાલકે મોટરસાઇકલને અડફેટે લેતાં મોટરસાઇકલ ચાલક એસ.આર.પી જવાનનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હોવાનાં તથા અન્ય સવાર એસ.આર.પી જવાનને પગનાં ભાગે ઇજા થતાં વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા હોવાનાં સમાચાર સાંપડયા છે. જંબુસર પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ મરીન પોલીસ મથક ખાતે કમાન્ડો તરીકે ફરજ બજાવતા એસ.આર.પી. જવાનો ભાવનગર જિલ્લાનાં રહેવાસી પિયુષ જે.પંડયા તથા દિપાલસિંહ ગીરવરસિંહ ગોહિલ તેમનાં વતનમાં ગયા હતા ત્યાથી દહેજ મરીન પોલીસ મથક ખાતે ફરજ ઉપર આવવા ગત રાત્રીનાં મોટરસાઇકલ નંબર જીજે.૦૪.બીકે ૦૨૮૬ લઇને નીકળ્યા હતા. મળસ્કે સાડા ચાર વાગ્યાનાં સુમારે તેઓ જંબુસરનાં દેવકુઇ ગામ નજીકથી પસાર થતાં હતા ત્યારે જંબુસર તરફથી પુરઝડપે આવતી ટ્રકનાં ચાલકે મોટરસાઇકલને અડફેટે લેતાં મોટરસાઇકલ ચાલક એસઆરપી જવાન પિયુષ જે પંડયા તથા દિપાલસિંહ ગીરવરસિંહ ગોહિલ ફેંકાઇ ગયા હતા. જેમાં ટ્રકનું વ્હીલ મોટરસાઇકલ ચાલક પિયુષ જે પંડયા પર ફરી વળતા તેનું માથું છુદાંઇ જતાં તેનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જયારે દિપાલસિંહ ગીરવરસિંહ ગોહિલને જમણાં પગે ઇજા થતાં વધુ સારવાર અર્થે વડોદરા ખસેડયા છે. બનાવ સંદર્ભે દિપાલસિંહ ગીરવરસિંહ ગોહિલ એ જંબુસર પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ઈપીકો કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ), એમવી એકટ ૧૭૭,૧૮૪,૧૩૪ ગુનો નોંધી આગળ ની વધુ તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી.સી.ચૌધરી ચલાવી રહ્યા છે અને નાસી છુટેલા ટ્રક ચાલકને દબોચી લેવાં ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચના દશાન ગામ ખાતે નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

નર્મદા જિલ્લાના અસરગ્રસ્ત વિસ્તારના ખેડૂતોની મુલાકાત લઈ નુકશાનની જાત માહિતી મેળવતા કૃષિ મંત્રી પટેલ

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી પર પ્રવાસીઓને નહિ ઘુસવા દેવાની અસરગ્રસ્તોની ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!