Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચના દશાન ગામ ખાતે નવનિર્મિત પંચાયત ભવનનું લોકાર્પણ કરાયું.

Share

ભરૂચ તાલુકાના દશાન ગામ ખાતે રૂપિયા 14.50 લાખના ખર્ચે પંચાયત ભવનનું નિર્માણ થતા વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

દશાન ગામ ખાતે જૂની પંચાયત કચેરી જૂની અને જર્જરીત થઈ જતા ધારાસભ્ય જિલ્લા પંચાયતમાંથી નવા પંચાયતના બાંધકામ માટે રૂપિયા 14.50 લાખની ફાળવણી કરવામાં આવી હતી. જેના પગલે નવા પંચાયત ભવનનું નિર્માણ થતા તેનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ વિધિવત રિબિન કાપી પંચાયત ભવનનું લોકાર્પણ કર્યું હતું.

લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રણાએ દશાન ગામને સ્વચ્છ અને સુવિધા જનક બનાવવા તમામ સહયોગ આપવાની ખાતરી આપતા ગ્રામજનોએ તેમને વધાવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત સભ્ય સંજયસિંહ સિંધા, સરપંચ જયશ્રીબેન પટેલ, ગામના આગેવાન બીપીનભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજ્યમાં આજથી આંશિક લોકડાઉનમાં થોડી વધારે છૂટછાટ..!

ProudOfGujarat

કરજણ ડેમ સાઈટ પર તાજેતરમાં બે લોકો તણાઈ જવાની દુર્ધટના બાદ તંત્ર જાગ્યુ.

ProudOfGujarat

ભરૂચનાં ચાવજ ગામ ખાતે આવેલ વિડિયોકોન કંપનીમાં નવ લાખ રૂપિયાના કોપર વાયરની ચોરી કરનાર બે ચોરને પોલીસે ઝડપી લીધા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!