Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : દુષ્કર્મના કેસમાં કપડવંજ નવાગામના એક ઇસમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Share

૧૭ વર્ષની સગીરાને ભગાડી જઈ તેના પર અવારનવાર દુષ્કર્મ ગુજારવાના કેસમાં કપડવંજના નવાગામના એક ઇસમને  આજીવન કેદની સજા નડિયાદ સેશન્સ કોર્ટે ફટકારી છે.

કપડવંજ તાલુકાના નવાગામ ખોડિયાર માતાના મંદિરની બાજુમાં રહેતો ૨૦ વર્ષીય દર્શન મફતભાઈ ખોડભાઈ ખાંટ ગત તા.૨૨ મે ૨૦૨૦ ના રોજ બપોરે કપડવંજ સોની બજારમાં રોડ પરથી ૧૭ વર્ષની સગીરાને ભગાડી ગયો હતો. તે સગીરવયની હોવાનું જાણવા છતાં તેને લલચાવી, લગ્ન કરવાની લાલચ આપી તેના વાલીના કાયદેસરના વાલીપણામાંથી ભગાડી જઈ તેના પર મરજી વિરુદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યો હતો. આ અંગે કલ્લાના સૌથી મોટાં કપડવંજના કપડવંજ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ નડિયાદના સ્પે.જજ (પોકસો) પી. પી.પુરોહિતની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ ગોપાલ વિ.ઠાકુરની દલીલો, ૯ સાક્ષીઓની જુબાની,  ૨૯ જેટલા દસ્તાવેજી પુરાવા, સગીરાઓ પર દિનપ્રતિદિન વધતા જતા દુષ્કર્મના બનાવોને પગલે આવા કિસ્સાઓ બંધ થાય તે માટે આરોપીને કડકમાં કડક સજા આપવી તેવી સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ નગરપાલીકાનાં પ્રમુખની ધોર બે જવાબદારી છતી થઇ……. કર્મચારીઓની સુરક્ષા અંગે મીંડુ……

ProudOfGujarat

Points Related to Railways from FM’s Budget speech-2018

ProudOfGujarat

ભરૂચમાં શંકાસ્પદ વેસ્ટ નો ગેરકાયદેસર નિકાલ કરતા આર.કે સ્ટીલના માલિક સહિતનાઓની ધરપકડ કરતી એસઓજીની ટીમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!