Proud of Gujarat
FeaturedGujaratINDIA

ધી પાલેજ હાઇસ્કુલ પાલેજનું ધોરણ 10 નું ૭૩ ટકા પરિણામ આવ્યું

Share

ગુજરાત બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં ભરૂચ જિલ્લાના પાલેજ સ્થિત હાઇસ્કુલનું ૭૩ ટકા પરિણામ આવ્યું છે. જેમાં ધોરણ દસમાં અભ્યાસ કરતી પટેલ સ્વાતિબેન નિમેષ કુમાર, પઠાણ સિદ્દીકા ઈમ્તિયાઝખાં તેમજ શેખ અનીસા બાનુ મોહમ્મદ ઓઝર દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરી હાઇસ્કુલનું નામ રોશન કર્યું છે. ઉપરોક્ત છાત્રાઓ એ અનુક્રમે ૮૪ ટકા, ૮૨ ટકા, ૭૮ ટકા પ્રાપ્ત કરી ખૂબ જ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. શાળા પરિવાર દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ત્રણેય છાત્રાઓને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. સાથે સાથે ત્રણેય છાત્રાઓને ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

યાકુબ પટેલ, પાલેજ

Advertisement

Share

Related posts

વડોદરાનાં આજવા સરોવરની સપાટી 211 ફૂટથી ઉપર જતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

ProudOfGujarat

સુરતના માંડવી વિસ્તારમાં દીપડીનું બચ્ચું દેખાતા લોકોમાં ભયની લાગણી

ProudOfGujarat

મનરેગા યોજના અંતર્ગત માંગરોળ તાલુકામાં ૫૦૦૦ શૌચાલય બનાવતું મિહિર સખી મંડળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!