Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના કુરાલી ગામમાં ઘરના વાડામાં આગ લાગતા દોડધામ

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કુરાલી ગામમાં આવેલા અવિભાઈ પટેલના ઘરના વાડામાં ઝાડી ઝાખરામાં આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. આગની જાણ કરજણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગના કર્મીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.

પવનનો વેગ વધુ હોવાથી ઘર તરફ આગ પ્રસરતા લોકોના જીવ તાળવે ચોંટયા હતા. ફાયર વિભાગના કર્મીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સદનસીબે કોઇ જાનહાની ન સર્જાતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. લાગેલી આગમાં કેટલું નુકસાન થયું તે જાણવા મળ્યું નથી. ઘટના સ્થળે પોલીસ પણ પહોંચી હોવાના અહેવાલ સાંપડ્યા હતા.

Advertisement

યાકુબ પટેલ, કરજણ


Share

Related posts

પરિવાર દેવદર્શને દ્વારકા ગયો ને તસ્કરો ઘરમાંથી 1.88 લાખનો હાથફેરો કરી ગયા

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તા. ૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર જયંતીના ઉપલક્ષે આજરોજ “રન ફોર યુનિટી” મીની મેરેથોનનું અયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચમાં સુંદર કાંડ નું આયોજન કરાયું હતુ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!