Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ તાલુકાના માત્રોજ ગામના પાટિયા પાસેથી ગેરકાયદે દારૂની હેરાફેરી કરનાર એક ઇસમની પોલીસે ધરપકડ કરી.

Share

વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના માત્રોજ ગામના પાટીયા પાસેથી કરજણ પોલીસે ગેરકાયદેસર દારૂની હેરાફેરી કરતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. કરજણ તાલુકાના સાંસરોદ ગામ તરફથી નારેશ્વર જવાના રોડ ઉપર માત્રોજ ગામના પાટિયા પાસે એક સફેદ કલરનું મહિન્દ્રા પીકઅપ ડાલુ નં. GJ 06 AU 7588 માં વિદેશી દારૂ ભરીને આવનાર છે. એવી બાતમી મળી મળી હતી. જેના આધારે કરજણ પોલીસે ઉપરોક્ત બાતમીવાળી જગ્યાએ વોચમાં ગોઠવાયા હતાં.

દરમિયાન સદર ગાડી આવી પહોંચતાં તેને કોર્ડન કરી રોકવામાં આવી હતી. અને તેના ચાલકને ઉતારી નામઠામ પુછતાં દીપકભાઈ જયંતીભાઈ મિસ્ત્રી રહે. પાલેજ હાઈસ્કૂલ પાસે, તા. ભરૂચ જણાવ્યું હતું. ગાડી ડાલુંની તપાસ કરતાં તેમાં વિદેશી દારૂની પેટીઓ અને બિયરના ટીનની પેટીઓ મળી આવ્યો હતો. વધુ પૂછતાછમાં સદર જથ્થો સાંસરોદ ગામના ઇમરાન હનીફભાઈ કુરેશી નાઓએ ભરી આપેલો અને માટ્રોજ ગામના પાસે ઊભો રહું છું. તારી પાછળ ગાડી લઈને આવું છું તેમ જણાવ્યું હતું. પોલીસે પિકઅપ ગાડીના ચાલક દિપક મિસ્ત્રીની અટકાયત કરી માલ ભરી આપનાર ઇમરાન કુરેશી સહિત બે શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી રૂ.69,600/- ના વિદેશી દારૂના કવાટર તથા બિયરના ટીન , રૂ.5 હજારનો મોબાઈલ તેમજ રૂ.5 લાખની ગાડી મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.5,74,600/- કબ્જે કર્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં આવતીકાલથી પાણી પુરવઠો આ સમયે આપવામાં આવશે, વાંચો.

ProudOfGujarat

નડિયાદ : ડાકોર બસસ્ટેશન તરફના રસ્તા પર ગંદકીથી રાહદારીઓ પરેશાન.

ProudOfGujarat

સુરતનાં વરાછા વિસ્તારમાં સરકારી કોલેજ આપવા અને કબ્જા રસીદ વાળી મિલકતોને કાયદેસર માલિકીનો હક્ક આપવાની માંગ સાથે મુખ્યમંત્રીને પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!