Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર તાલુકાનાં સારોદ ગામમાં દરબારગઢ ખાતે રંગ અવધૂત મહારાજનો પાટોત્સવ ઉજવાયો.

Share

નારેશ્વરના નાથ પરમ પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ સારોદ મુકામે ૧૯૯૮ ના પોષ વદ ૧૨ ના રોજ પધાર્યા હતા જેને ૭૮ વર્ષ પુર્ણ કરી ૭૯ માં વર્ષના શુભદિને દ્વિ દિવસીય પાટોત્સવનું આયોજન દરબારગઢ ખાતે રાખવામાં આવ્યું જેમાં દત્તબાવની કથા પ્રખર વક્તા સંજયભાઇ ઉપાધ્યાય પોરવાળાનાં સ્વમુખે સંગીતમય કથાનું રસપાન કરાવ્યું હતુ.

આજરોજ સવારે નગર સંકિર્તન પ્રભાતફેરી મંગળા આરતી બાબાની કૂટિર ખાતે રાખવામાં આવી હતી. આ સહિત પોરવાળા સંજયભાઇ ઉપાધ્યાય દ્વારા સંગીતમય શૈલીમાં પાદુકા પૂજન કરવામાં આવ્યું જેમાં સ્વ.અમરસિંહ સિંધા જેવો પૂજ્યશ્રીની હયાતીમાં નારેશ્વરનાં પ્રમુખ હતા અને તેમના વંશજો ભૃગુરાજસિંહ તથા હનુમંતસિંહનાં હસ્તે પાદુકા પૂજન કરવામાં આવ્યું. રંગ અવધૂત મહારાજે સ્વયં સોમનાથ મહાદેવની સ્થાપના સારોદ ખાતે વૈદિક મંત્રોચ્ચાર સાથે કરી હતી તેમ જાણકારો દ્વારા જાણવા મળ્યું હતું આ પ્રસંગે મહારાજના જીવન ચરિત્રનું આબેહુબ વર્ણન અવધૂતી અવસ્થા કોને કહેવાય તે અંગે પ્રસંગોચિત વર્ણન કરાયું. ગુરુ મહારાજની એકવાર અમીદ્રષ્ટિ આપણી ઉપર પડી જાય તો બીજાના સહારે જીવવાની જરૂર નથી જેમ મોબાઈલને ચાર્જ કરવા પડે છે તેમ આપણા શરીરને મગજને આત્માને ચાર્જ કરવા સદગુરુના ચરણોમાં ઝૂકવું પડે છે, તેમની પાસે જવું પડે છે, સદગુરુની કૃપા પ્રાપ્ત થાય છે. દેવમંદિર ગુરુમહારાજ બ્રાહ્મણ રાજ્દ્વારે કોઈપણ દિવસ ખાલી હાથે જવું નહીં આ સહિત પાદુકા પૂજનનું મહત્વ સંજયભાઈ ઉપાધ્યાય પોરવાળા દ્વારા સમજાવ્યું હતું પાદુકા પૂજન પ્રસંગે જંબુસર શહેર સહિત તાલુકાના દત્ત ભક્તો હાજર રહ્યાં હતાં.

Advertisement

Share

Related posts

ભરૂચમાં દિવાળી પર્વ પર મુખ્ય માર્ગો પર ગલગોટાનાં ઢગ જામ્યા…

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન સત્તામંડળ વીધેયક મુદ્દે નાંદોદના ધારાસભ્ય પી.ડી. વસાવાની પ્રતિક્રિયા.

ProudOfGujarat

અરવલ્લી : ભિલોડાના મોહનપુર પાસે અકસ્માતમાં 6 લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!