Proud of Gujarat
FeaturedGujaratINDIA

અમદાવાદની એચ.એ. કોમર્સ કોલેજને રાષ્ટ્રની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં પસંદગી કરાઈ

Share

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ.કોલેજ ઓફ કોમર્સનો રાષ્ટ્રના અગ્રણી ત્રણ મેગેઝીનો ‘’ઇન્ડિયા ટુડે’’, ‘’ધી વીક’’ અને ‘’આઉટલુક’’ ના રાષ્ટ્રીય સર્વેમાં ભારતની શ્રેષ્ઠ ૧૦૦ કોલેજોમાં પસંદગી થઇ છે. એચ.એ.કોલેજ છેલ્લા આઠ વર્ષથી આ અસાધારણ સિધ્ધી મેળવી રહી છે. આ સર્વેમાં કોલેજનું પરિણામ, એકેડેમીક એકસલન્સ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, અવેરનેશના પ્રોગ્રામ,સ્કોલરશીપ, સ્પોર્ટ્સ એકટીવીટીઝ, કોલેજની સિધ્ધિઓ, લિડરશીપ વિગેરે બાબતો ધ્યાનમાં લેવાય છે.

કોલેજના પ્રિન્સીપાલ સંજય વકીલે પ્રતિભાવ આપતા કહ્યું હતુ કે કોલેજના સંચાલનમાં જીએલએસસ મેનેજમેન્ટનો સહકાર તથા એક્ટીવ ઇન્વોલ્વમેન્ટથી સંસ્થા સતત પ્રગતી કરી રહી છે. પ્રથમ વર્ષના એડમીશનમાં ૮૦% નું કટઓફ કોલેજની સિધ્ધી સમાન છે. કોલેજમાં અધ્યાપકો દ્વારા ચાલતી એચ.એ.ગાંધીઅન સોસાયટી, સરદાર પટેલ વિચાર મંચ, સ્ટડી સર્કલ, એન.એસ.એસ., પ્લેસમેન્ટ તથા એન.સી.સી જેવી ચાલતી પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. છેલ્લા ૬૮ વર્ષથી ચાલતા આ શીક્ષણરૂપી યજ્ઞમાં પૂર્વ આચાર્યો, પૂર્વ અધ્યાપકો તથા વિદ્યાર્થીઓનો પણ સહકાર રહેલો છે. આ મેળવેલ સિધ્ધી બદલ વિદ્યાર્થીઓ ધ્વારા સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

હરસિધ્ધિ માતાજીના નવરાત્રિ મહોત્સવના મેળા સંદર્ભે ટ્રાફિક નિયમન માટેના પ્રતિબંધાત્મક આદેશોનો અમલ જાહેર

ProudOfGujarat

“ભૃગુ ધરા કો કર દો હરા” ના સંકલ્પને સાકાર કરવા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા આજરોજ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બનાવેલ SOU સત્તા મંડળ તેમજ ઈકો સેન્સીટીવ ઝોનનો વિરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!