Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતી હોટલોના માલિકો અને વોચમેનો સાથે સુરક્ષા અંગે શિબિર યોજાઇ.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે નબીપુરના પી.એસ.આઈ. કે.એમ.ચૌધરીની અધ્યક્ષતામાં શૂરક્ષા બાબતે એક શિબિરનું આયોજન કરાયું હતું જેમાં નબીપુર પો.સ્ટે. ની હદમાં આવતી તમામ હોટલોના માલિકો અને વોચમેનો ઉપસ્થિત રહયા હતા. જેમાં CCTV કેમેરાનું મહત્વ સમજાવ્યું હતું. CCTV કેમેરાઓની મદદથી ગુનાહિત પ્રવૃત્તિઓ રોકી શકાય છે અને થયેલા ગુનાઓનો પર્દાફાસ્ટ થઈ શકે છે. સાથોસાથ એ પણ સમજાવ્યું કે જો તમારી હોટલના કમ્પાઉન્ડમાં કે આજુબાજુમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે વાહન જણાઈ આવે તો તેની જાણકારી નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી.

આ શિબિરમાં આશરે 50 જેટલા હોટલોના માલિકો અને વોચમેનો ઉપસ્થિત રહયા હતા. નબીપુર પો.સ્ટે.નો સમગ્ર સ્ટાફ આ શિબિરમા હાજર રહ્યો હતો. નબીપુરના પી.એસ.આઈ. એ શિબિરમાં હાજર રહેવા બદલ તમામ હોટલ માલિકો અને વોચમેનોનો આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

નેત્રંગ તાલુકાના ચીખલી ગામમાંથી દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ProudOfGujarat

ભરૂચ : ઘણા મહિનાની ઉકળાટ બાદ મેહુલિયો મન મૂકીને વરસ્યો : વાતાવરણમાં ઠંડકનો અનુભવ.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસી ની ખાનગી કંપનીમાંથી લાખોના સામાનની ચોરી થતા ચકચાર.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!