Proud of Gujarat
FeaturedGujarat

ભરૂચ : 108 ઈમરજન્સી સેવા એ એમ્બ્યુલસમાં જ સફળ પ્રસુતી કરાવી

Share

ભરૂચ 108 ઈમરજન્સી સેવા 365 દિવસ લોકોનો જીવ બચાવવા માટે હર હંમેશા તૈયાર અને તત્પર રહે છે તેના જ ભાગરૂપે આજરોજ તારીખ ૧૫ જુલાઈને શનિવારના રોજ સવારે ૮:૩૫ એ ઉમલ્લા 108 ઈમરજન્સી સેવાને તાલુકો નાંદોદ જિલ્લો નર્મદા કાંદરોજ ગામનો પ્રસુતીના દુખાવાનો ઈમરજન્સી કોલ મળતા ઉમલ્લાની એમ્બ્યુલન્સ ગણતરીના સમયમાં જ કાંદરોજ ખાતે શિલ્પાબેન રેવાદાશભાઇ વસાવાના ઘરે પહોંચી ગઈ હતી ત્યાંના રેવાદાશ ભાઇના પત્ની શિલ્પાબેનને પ્રસ્તુતીનો દુખાવો ઉપડતા તેઓને કાંદરોજ ગામથી સિવિલ રાજપીપળા ખાતે લઈ જઈ રહ્યા હતા તે સમયે નવાપરા અને કુમસગામ વચ્ચે સગર્ભા શિલ્પા બેનને અસહ્ય પ્રસૂતિની પીડા ઉપડતા ત્યા જ પ્રસુતિ કરાવી પડે એવું જણાતા ઇ એમ ટી હિના બેન એ પાઇલટ નિર્મલભાઇને કહી એમ્બ્યુલન્સ સાઇડમાં ઉભી રખાવી ડિલિવરી કીટ તૈયાર કરી ERCP ડોક્ટરના માર્ગદર્શન હેઠળ થોડી જ ક્ષણોમાં એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવી હતી. સગર્ભા એ તંદુરસ્ત બાળકીને જન્મ આપ્યો હતો અને ત્યારબાદ માતા અને બાળકને જરૂરી સારવાર આપી નજીકની સિવિલ હોસ્પિટલ રાજપીપળા ખાતે દાખલ કરાયા હતા જ્યાં બંનેની તબિયત સારી હોવાનું જણાવેલ છે ત્યારબાદ તેમના ઘરમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને તેઓએ 108 ઇમર્જન્સી સેવાના કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ બાબતની જાણકારી ભરૂચ 108 ઈમરજન્સી સેવાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ સરને આપી હતી.

Advertisement

Share

Related posts

ગોધરા: જીલ્લા વિકાસ અધિકારી એ.જે શાહે સિવીલ હોસ્પિટલના ચોકીદારને ડંડો ફટકાર્યો..

ProudOfGujarat

ઝઘડીયાનાં રાજપારડી ગામે કોતરડીમાંથી વૃદ્ધનો મૃતદેહ મળતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચ ના દહેજ બાયપાસ ચોકડી વિસ્તારમાં ખરાબ અને બિસ્માર બનેલા માર્ગોને લઇ સ્થાનિક સોસાયટીના રહીશોએ માર્ગ ઉપર ઉતરી આવી તંત્ર વિરુદ્ધ ભારે સુત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું……

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!