Proud of Gujarat
FeaturedGujaratINDIA

નર્મદામાં વધતાં કોરોનાને કારણે કેવડિયાનો પતંગ મહોત્સવ રદ.

Share

નર્મદા જિલ્લા વહિવટીતંત્ર અને ગુજરાત પ્રવાસન નિગમ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી તા.૧૦ મીના રોજ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૨ યોજાનાર હતો. જેને નર્મદા સહીત સમગ્ર ગુજરાતમા કોરોના વિસ્ફોટ થતાં તેની ગંભીરતાને ધ્યાને લઈ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ અંગે નર્મદા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી.

આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિદેશના વિવિધ દેશો ઉપરાંત ગુજરાત સહિત સમગ્ર દેશભરના અંદાજે ૧૫૦ જેટલા પતંગબાજો ભાગ લેવાના હતા. આ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો રજૂ કરવાના હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા ખાતે યોજાનારા આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે ગુજરાત સહિત દેશભરના વિવિધ રાજ્યો તેમજ દેશ-વિદેશના પતંગબાજો ઉપરાંત ભારતમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ પણ આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેવાના હતા પણ હવે કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાને લઈ તા. 10 મી નો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ રદ કરવામાં આવ્યો છે.

Advertisement

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

ભરૂચના કેબલ બ્રિજ પરથી બાઇક સવાર હથિયાર લઈને પસાર થયાનો વિડીયો થયો વાયરલ.

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસે માટીએડ ગામથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

ભરૂચમાં ૧૦૮ સેવા દ્વારા હીટવેવથી બચવા માટે આરોગ્યલક્ષી સૂચનો અપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!