Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાલિયાના પીઠોર તળાવ ફળિયા વિસ્તારમાંથી હજારોની કિંમતના ભારતીય બનાવટના વિદેશી શરાબના જથ્થા સાથે એકની ધરપકડ

Share

ભરૂચ જિલ્લામાં દારૂ -જુગાર જેવી પ્રવૃતિઓ ઉપર લગામ લગાવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સતત જિલ્લાના વિવિધ પોલીસ મથકોના કર્મીઓ અલગ અલગ સ્થળે નશાનો વેપલો કરતા તત્વો સામે લાલઆંખ કરી તેઓને જેલના સળીયા ગણતા કરી રહ્યા છે, તેવામાં વધુ એકવાર ક્રાઇમ બ્રાંચ દ્વારા વાલિયા વિસ્તારમાં નશાનો વેપલો કરતા ઈસમો સામે સપાટો ચલાવ્યો હતો.

વાલિયાના પીઠોર ગામ પાસે ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે તળાવ ફળિયામાંથી નરેશભાઈ ઠાકોરભાઈ વસાવાના ઘરના પાછળના ભાગે વાડામાં સંતાડેલ ભારતીય બનાવટના વિદેશી શરાબની નાની મોટી કુલ 252 નંગ બોટલ મળી કુલ 42 હજાર ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર નરેશભાઈ વસાવાની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા નશાનો વેપલો કરતા તત્વોમાં ફાફડાટનો માહોલ છવાયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : નેત્રંગના ધાંણીખુટ ખાતે આવેલ ધારીયા ધોધમાં ન્હાવા પડેલા બે યુવાનોના ડુબી જતા મોત જયારે એકનો બચાવ.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી વિસ્તારમાં આવેલ વિઝન ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ એક્સેલન્સ દ્વારા વિદ્યાર્થીઓ ને માનસિક ત્રાસ આપતા હોવાના આક્ષેપો સાથે વાલીઓએ ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીને રજુઆત કરી હતી…

ProudOfGujarat

પાલેજમાં ઇદુલ્ફીત્ર ની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!