મુખ્ય બાબતોઃ
· એનએફઓ 20 જુલાઈ, 2023ના રોજ ખુલે છે અને 7 ઓગસ્ટ, 2023ના રોજ બંધ થાય છે
· યોજનાનો ઉદ્દેશ્ય મેગાટ્રેન્ડ્સને ઓળખવાનો અને લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ શેરોની તકોમાં રોકાણ કરવાનો છે.
· યોજના લાંબા ગાળાની, મલ્ટી-થિમેટિક, મલ્ટી-કેપ, મલ્ટી-સેક્ટર અને અભિગમમાં વૃદ્ધિ લક્ષી હશે
· ઇન્વેસ્ટમેન્ટ ફિલસૂફી InQuBe પર આધારિત છે – એક ઇન-હાઉસ ફ્રેમવર્ક કે જે આલ્ફાના તમામ સ્ત્રોતો – ઇન્ફોર્મેશનલ, ક્વોન્ટિટેટિવ, બિહેવરલ
એજીસમાંથી ટૂલ્સ અને પ્રક્રિયાઓને જોડે છે
· એનએફઓ દરમિયાન અરજીની લઘુત્તમ રકમ રૂ. 500/- છે (ત્યારબાદ રૂ. 1 ના ગુણાંકમાં)
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટે તેની પ્રથમ ઇક્વિટી સ્કીમ, એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ, બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે, જેનો ઉદ્દેશ્ય ‘MEGATRENDS’ વ્યૂહરચનાના આધારે સમગ્ર માર્કેટ કેપિટલાઇઝેશનમાં ઇક્વિટી અને ઇક્વિટી સંબંધિત ઈન્સ્ટ્રુમેન્ટ્સમાં રોકાણ કરીને લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ પ્રદાન કરવાનો છે. રોકાણકારો મજબૂત મેગાટ્રેન્ડ્સનો લાભ મેળવવાનો પ્રયાસ કરી શકે છે જે તેમના રોકાણ નિષ્ણાંતો તમામ ક્ષેત્રો, થીમ્સ, માર્કેટ કેપિટલાઇઝેશન અને ભૌગોલિક ક્ષેત્રોમાં શોધે છે. ભૂતકાળની કામગીરીને જોવાને બદલે, બજાજ ફિનસર્વ એએમસીની ઈન્વેસ્ટમેન્ટ ટીમ એવા મેગાટ્રેન્ડ્સને જુએ છે કે જે મોનિટાઈઝ કરી શકાય તેવા છે, જે વિશાળ અવકાશ અને લાંબા ગાળાની અસર ધરાવે છે.
આ સ્કીમ સંભવિત ઉચ્ચ સક્રિય શેર ઘટક સાથે તેની કેટેગરીમાં ફંડને લેબલ કરવા માટે સાર્થક રહેશે. તે ફ્યુચર પ્રોફિટ પૂલ ઈન્ડસ્ટ્રીઝને લક્ષ્યાંકિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે અને તેનો ટર્નઓવર રેશિયો પ્રમાણમાં ઓછો હશે. આ યોજનાનું મેનેજમેન્ટ ચીફ ઈન્વેસ્ટમેન્ટ ઓફિસર શ્રી નિમેશ ચંદન, સિનિયર ફંડ મેનેજર શ્રી સોરભ ગુપ્તા (ઇક્વિટી પોર્શન) અને શ્રી સિદ્ધાર્થ ચૌધરી (ડેટ પોર્શન) દ્વારા કરવામાં આવશે. ફંડને S&P BSE 500 TRI સામે બેન્ચમાર્ક કરવામાં આવશે.
બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ InQuBe પર આધારિત રોકાણની ફિલસૂફીને અનુસરશે જે એએમસીનું પ્રોપરાઈટરી ફ્રેમવર્ક છે જે ઈન્ફોર્મેશનલ અને ક્વોન્ટિટેટિવ એજીસમાં બિહેવરલ ફાઈનાન્સના સ્તરને ઉમેરે છે. આમ કરીને, તે રોકાણના નિર્ણયમાં બિહેવરલ પૂર્વગ્રહોને દૂર કરવા માંગે છે. સ્ટોકની પસંદગી સમગ્ર ટેકનોલોજીકલ, નિયમનકારી, આર્થિક, પ્રકૃતિ, વસ્તી વિષયક અને સામાજિક ફેરફારોમાં કંપનીના ફંડામેન્ટલ્સ, વેલ્યુએશન અને સૌથી અગત્યના MEGATRENDS જેવા બહુવિધ પરિમાણો પર આધારિત હોઈ શકે છે.
પ્રોડક્ટના લોંચ પર બોલતા, બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના સીઈઓ શ્રી ગણેશ મોહને જણાવ્યું હતું કે, “એક કેટેગરી તરીકે ફ્લેક્સી કેપ એ ઈક્વિટી સ્કીમ ઓફરિંગમાં સૌથી વધુ ફ્લેક્સિબલ છે અને અમે માનીએ છીએ કે તે રોકાણકારોના મુખ્ય પોર્ટફોલિયોનો અભિન્ન ભાગ બની શકે છે, ખાસ કરીને જેઓ લાંબા ગાળાના રોકાણ અને મૂલ્ય નિર્માણની શોધમાં છે. અમે ઉદ્યોગમાં ભિન્નતાના અવકાશ અને જરૂરિયાતને ઓળખીએ છીએ જેને અમે અમારા MEGATRENDS રોકાણના અભિગમ દ્વારા ભરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને અમે માનીએ છીએ કે તે આ કેટેગરી માટે ગેમ-ચેન્જર બનવાની ક્ષમતા ધરાવે છે. ફ્લેક્સી કેપમાં રોકાણ કરતા મેગાટ્રેન્ડ્સ ખરેખર આ કેટેગરીમાં ‘ફ્લેક્સિબિલિટી’ની શક્તિને અનલોક કરે છે, જે રોકાણકારો માટે આને સ્માર્ટ પ્રોડક્ટ બનાવે છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ભારત એક ઉચ્ચ વૃદ્ધિ ધરાવતું અર્થતંત્ર છે જે સ્થિતિસ્થાપકતા દર્શાવે છે અને તે વિશ્વમાં રોકાણ માટેના સૌથી અનુકૂળ સ્થળોમાંનું એક છે. આ એવા રોકાણકારોને તક પૂરી પાડે છે કે જેઓ અર્થતંત્રની વૃદ્ધિ અને આ વૃદ્ધિમાં ફાળો આપતા તેના વિવિધ ક્ષેત્રોનો લાભ મેળવી શકે છે. અમારું ફ્લેક્સી કેપ ફંડ MEGATRENDS વ્યૂહરચના દ્વારા સંચાલિત છે જેનો અર્થ છે કે ફંડ મેનેજર યોગ્ય સમયે ટ્રેન્ડમાં આવવા અને યોગ્ય સમયે બહાર નીકળી જવાના ઉદ્દેશ્ય સાથે રોકાણ કરશે.”
બજાજ ફિનસર્વ એસેટ મેનેજમેન્ટના સીઆઈઓ શ્રી નિમેશ ચંદને જણાવ્યું હતું કે, “બજાજ ફિનસર્વ ફ્લેક્સી કેપ ફંડ MEGATRENDS પર આધારિત છે જે લાંબા ગાળાના શક્તિશાળી ફેરફારો છે જે અર્થતંત્ર, વ્યવસાયો અને કંપનીઓને અસર કરે છે. મેગાટ્રેન્ડ્સને ઓળખવાથી લાંબા ગાળાની બાય-એન્ડ-હોલ્ડ રોકાણની તકો માટે માર્ગ મોકળો થાય છે અને આ સાઈક્લિકલ, થિમેટિક અને ફેક્ટર ઈન્વેસ્ટિંગ વચ્ચે મુખ્ય તફાવત છે. અમારો પોર્ટફોલિયો લાંબા ગાળાનો, મલ્ટિ-થિમેટિક, મલ્ટિ-કેપ, મલ્ટિ-સેક્ટર અને ગ્રોથ-ઓરિએન્ટેડ હશે.”
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે “ઇક્વિટી રિટર્ન નફાના પ્રવાહની ગતિશીલતા સાથે સંબંધ ધરાવે છે. મેગાટ્રેન્ડ્સનું રોકાણ ભાવિ નફાની ગતિવિધિઓને ઓળખવામાં અને પોર્ટફોલિયોને યોગ્ય રીતે સ્થાન આપવામાં મદદ કરે છે. આ રોકાણનો અભિગમ ટોપ-ડાઉન અને બોટમ-અપ બંને વિશ્લેષણને જોડે છે. મેગાટ્રેન્ડ્સ ફિલ્ટર ટોપ-ડાઉન લેયર તરીકે કામ કરે છે, જ્યારે બોટમ-અપ વિશ્લેષણ એવા વ્યવસાયોને ઓળખવામાં મદદ કરે છે કે જે તે ટ્રેન્ડ્સથી લાભ મેળવવા માટે અનુકૂળ છે.”
ફંડ રોકાણકારોને સ્મોલ-કેપથી લઈને લાર્જ-કેપ્સ સુધી અને તમામ ક્ષેત્રોમાં તમામ સાઈઝની કંપનીઓમાં રોકાણ કરવાની સુગમતા પ્રદાન કરે છે. આ ફંડ લાંબા ગાળાના રોકાણની ક્ષિતિજ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે અને જેઓ વિવિધ પ્રકારના ફંડ્સમાં એસેટ એલોકેશન સાથે સંકળાયેલી જટિલતાઓને ટાળવા માંગતા હોય છે.
ન્યૂ ફંડ ઓફર (એનએફઓ) સબ્સ્ક્રીપ્શન માટે 24 જુલાઈ, 2023થી ખૂલે છે અને 7 ઓગસ્ટ, 2023 રોજ બંધ થાય છે.