Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ સી-ડિવિઝન પોલીસની કામગીરી: ગુમ થયેલ યુવકને પરિવાર સાથે મિલાપ કરાવ્યો

Share


GNFC કંપની પાસે મળી આવેલ માનસિક રીતે અસ્વસ્થ યુવકને પોલીસે શોધખોળ બાદ સગા સંબંધીને સોંપ્યો

ભરૂચ.

Advertisement

ભરૂચ શહેરની સી-ડિવિઝન પોલીસ દ્વારા ત્વરિત કામગીરી કરી ગુમ થયેલા યુવકને શોધી તેના પરિવાર સાથે મિલાપ કરાવવામાં સફળતા મળી છે.

માહિતી મુજબ ભરૂચ સ્થિત GNFC કંપની ખાતે બિરબલકુમાર પ્રભુશા શાહ (ઉ.વ. 26), રહેવાસી બેસખવા, પશ્ચિમ ચંપારણ, બિહાર રાજ્યનો યુવક મળી આવ્યો હતો. GNFC કંપનીના કર્મચારીઓએ આ બાબતની જાણ સી-ડિવિઝન પોલીસને કરતા સર્વેલન્સ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવકને પોલીસ સ્ટેશન ખાતે લઈ આવી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે બિરબલકુમાર શાહ માનસિક રીતે અસ્વસ્થ છે અને છેલ્લા ચાર મહિનાથી તેમની માનસિક સ્થિતિ સારી ન હતી. તેઓ તા. 27-02-2026ના રોજ પોતાના ઘરે કોઈને જાણ કર્યા વગર નીકળી ગયા હતા. પોલીસે તેમની પાસે મળેલા મોબાઇલ નંબરના આધારે તેમના મોટાભાઈનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે પરિવારજનોને જાણ કરતાં તેમના ભાણેજ સંતોષકુમાર રાજસ્થાનના કોટા શહેરથી ભરૂચ આવી પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશન ખાતે પોતાના મામાને જોઈ તેઓ ભાવવિભોર થઈ ગયા હતા અને પોલીસની ઝડપી કામગીરીની પ્રશંસા કરી હતી. આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એન.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ સી-ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરી દ્વારા ભરૂચ પોલીસએ ફરી એકવાર “પોલીસ પ્રજાનો મિત્ર” હોવાનો સંદેશ સાબિત કર્યો છે.


Share

Related posts

ગુજરાતમાં ભાજપની જન આશીર્વાદ યાત્રા સામે કોંગ્રેસ શરૂ કરશે કોવિડ-19 ન્યાયયાત્રા.

ProudOfGujarat

રાજપારડી કન્યાશાળામાં નવા દાખલ થનાર બાળકોને આવકારવા પ્રવેશોત્સવ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : પોલીસ તંત્ર દ્વારા પરવાનગી ન અપાતા આઉટસોર્સિંગ કર્મચારીઓનાં આમરણાંત ઉપવાસનો કાર્યક્રમ મોકુફ રખાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!