Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજમાં નશામુક્તિ અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો : સુરત ગ્રામ્ય પોલીસની એન્ટી નાર્કોટિક વિંગ દ્વારા વિદ્યાર્થીઓને નશીલા પદાર્થોના દુષ્પરિણામો અંગે માર્ગદર્શન અપાયું

Share

 

વાંકલ: સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે યુવાનોમાં નશીલા પદાર્થો અને તેના ગંભીર દુષ્પરિણામો અંગે જાગૃતિ લાવવાના હેતુથી સુરત ગ્રામ્ય પોલીસની એન્ટી નાર્કોટિક વિંગ દ્વારા ‘ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય ડૉ. સૂર્યસિંગ એ. વસાવાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Advertisement

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે સુરત ગ્રામ્યના પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા તથા માંગરોળ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક બી.કે. વનાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે યુવાધન દેશનું ભવિષ્ય છે અને તેને નશાના માર્ગે બરબાદ થતું અટકાવવું એ સૌની સામૂહિક જવાબદારી છે. તેમણે વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન અપનાવવા તેમજ સમાજમાં નશા વિરુદ્ધ જાગૃતિ ફેલાવવા અપીલ કરી હતી.

આ પ્રસંગે સુરત ગ્રામ્ય SOG શાખાના ભાવિકભાઈ ચૌધરીએ નાર્કોટિક્સ પદાર્થોના પ્રકારો, તેના સેવનથી થતા શારીરિક અને સામાજિક નુકસાન તથા જીવન પર પડતી ગંભીર અસરો અંગે સરળ અને સચોટ ભાષામાં માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડૉ. સૂર્યસિંગ એ. વસાવા, અધ્યાપકગણ, કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. યુવાનોને નશાથી દૂર રાખવા અને નશામુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિ કેળવવાના ઉદ્દેશ સાથે યોજાયેલો આ કાર્યક્રમ માહિતીસભર રહ્યો હતો.


Share

Related posts

એથ્લેટિક્સમાં દેગડીયા આશ્રમશાળાની બાળાઓનો ડંકો, રાજ્ય કક્ષાએ પસંદગી! :  સુહાની વસાવા ૩૦૦૦ મીટર ઝડપી ચાલમાં પ્રથમ, પ્રિતિકા વસાવા ૧૫૦૦ મીટર દોડમાં દ્વિતીય; બંને હવે રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

ProudOfGujarat

માંગરોળ : વાંકલની સરકારી વિજ્ઞાન કોલેજમાં વિશ્વ ઉપભોક્તા અધિકાર દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં પાણીની વ્‍યવસ્‍થા અંગે જિલ્લા પ્રભારી સચિવશ્રીના અધ્‍યક્ષપણા હેઠળ સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!