સુરત શહેરના નાસતા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઇવ દરમિયાન વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા ૦૬ વર્ષથી નાસતા ફરતા આરોપી ભુપેન્દ્રપ્રતાપ ઉર્ફે ભૈયાને ડીંડોલી પોલીસ સર્વેલન્સની ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત શહેર પોલીસ કમિશ્નર અજયકુમાર તોમર સાહેબે સુરત શહેરના નાસતા ફરતા આરોપીઓને પકડવા ડીંડોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ક્વોડને જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ જે અંતર્ગત પો.ઇન્સ. આર.જે.ચુડાસમા તથા સેકન્ડ પો.ઈન્સ. એસ.એમ. પઠાણ ડીંડોલી પો.સ્ટે. સુરત શહેર નાઓની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI હરપાલસિંહ મસાણી સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ નિકુલદાન ચેનદાનને મળેલ ચોક્કસ બાતમી હકીકત આધારે છેલ્લા 6 વર્ષથી વલસાડ સીટી પોલીસ સ્ટેશનના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપી ભુપેન્દ્રપ્રતાપ ઉર્ફે ભૈયા અમેન્દ્રસિંગ રાજપૂત, ઉવ.ર૫,રહે- ઘર નંબર- ૧૧૩, શ્યામવિલા રેસીડેન્સી ડીંડોલી સુરતને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી વલસાડ સીટી પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે.