Proud of Gujarat
FeaturedGujaratINDIA

લીંબડીની અવધપુરી સોસાયટીમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકતા રેસ્કયુ કરાયું

Share

લીંબડી અવધપુરી સોસાયટીમાં આવેલી દસ થી પંદર ફૂટ ઉડી ગટર લાઈનમા અવાર – નવાર અબોલ પશુઓ પડી જવાથી મૃત્યુ પામતાં હોય છે. છતાંય પાલિકા તંત્ર દ્વારા ખુલ્લી ગટરને બંધ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે ફરી એક વાર અવધપુરી સોસાયટીમાં મેલડી માતાજીના મંદિર પાસે ખુલ્લી ગટરમાં ગાય ખાબકી હતી. જ્યારે આ બનાવની જાણ ગાય માલિકને થતાં તેણે ગટરમા ઉતરીને ભારે જહેમત બાદ ગાયને બહાર કાઢીને બચાવી લીધી હતી. અને એમણે જણાવ્યું હતું કે આ ખુલ્લી ગટરમાં આસપાસની સોસાયટીના રહીશો કચરો નાખે છે અને ગાય કચરો ખાવા માટે જાય છે. અને અંદર પડી જાય છે. જેથી કરીને તંત્ર દ્વારા સોસાયટીના રહીશોને કચરો નાખવાની ના પાડવામાં આવે તો આ બનાવ ન બને તેમજ ખુલ્લી ગટરમાં નાના બાળકો પડી જવાનો પણ ભય સતાવી રહ્યો છે. તો આ ગટર લાઈનને અમુક અંતરે બંધ કરી દેવામાં આવે તો કોઈ અનિચ્છનિય બનાવ ન બને તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદ-ટ્રાફિક પોલીસની રીક્ષા ચાલકો સામે કાર્યવાહી-251 શટલ રીક્ષા કરી ડિટેઇન…

ProudOfGujarat

ગોધરા પંચામૃત ડેરી દ્વારા દુધના ફેટના ભાવોમાં વધારો…

ProudOfGujarat

ઘુડખર અભયારણ્યમાં ગેરકાયદે મીઠાના અગરો બનાવવાના મામલે 9 લોકોની ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!