Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચમાં ભીડભંજનની ખાડી વિસ્તારમાં જુગાર રમતાં 6 ઝબ્બે

Share

રોકડા 25 હજાર મળી 2.85 લાખનો મુદ્દામાલ જપ્ત
ભરૂચ.
ભરૂચ શહેરના ભીડભંજનની ખાડી વિસ્તારમા આવેલાં હનુમાન મંદિર પાસે ખુલ્લી જગ્યામાં કેટલાંક શખ્સોએ જુગારની મહેફિલ જમાવી હોવાની ચોક્કસ બાતમી ભરૂચ એ ડિવિઝન પોલીસની ટીમને મળી હતી. જેના પગલે ટીમે તુરંત સ્થળ પર દોડી જઇ દરોડો પાડતાં જુગારરમતાં જુગારિ્યાઓમાં દોડધામ મચી હતી. જોકે, ટીમે તમામને દબોચી લીધાં હતાં. ઝડપાયેલાં આરોપીઓની પુછપરછ કરતાં તેમના નામ અનિશ જયેશ રાણા, શાહરૂખ ગુલામ રસુલ મીરાસી, તરૂણ અમરસંગ રાણા, કૃણાલ મહેશ રાણા, કમલેશ મહેશ વસાવા તેમજ જેઠા બેચર વણકર હોવાનું માલમુ પડ્યું હતું. ટીમે ઝડપાયેલાં આરોપીઓની અંગઝડતીમાંથી તેમજ દાવ પર લાગેલાં રૂપિયા મળી કુલ 25 હજાર રોકડા તેમજ 4 મોબાઇલ અન 4 દ્વિચક્રિય વાહન મળી કુલ 2.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share

Related posts

જિલ્લામાં અમલમાં રહેલી પાણી પુરવઠા તથા સ્વચ્છતા સંબંધિત યોજનાઓને વધુ અસરકારક બનાવવા તાકીદ

ProudOfGujarat

પંચમહાલ : મોરવા હડફ – સુરત એસટી બસ સેવાનો પ્રારંભ કરવામા આવતા મુસાફરોમાં આનંદની લાગણી

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!