Proud of Gujarat
FeaturedGujaratINDIA

કરજણ પોલીસ મથકમાં મોહરમ પર્વ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઇ.

Share

આગામી શનિવારના રોજ મુસ્લિમ સંપ્રદાયના પવિત્ર મોહરમ પર્વ નિમિત્તે વડોદરા જિલ્લાના કરજણ પોલીસ મથકમાં પોલીસ ઇન્સ્પેકટર એ.કે. ભરવાડની અધ્યક્ષતામાં તાજિયા કમિટીના આયોજકો તેમજ નગરના આગેવાની સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં આગામી મુસ્લિમ સંપ્રદાયનું પવિત્ર મોહરમ પર્વ શાંતિ અને ભાઇચારાના માહોલમાં ઉજવણી કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. પર્વ દરમિયાન કોઈપણ જાતની અફવાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરવા તેમજ જરૂર પડે પોલીસનો સંપર્ક કરવા કરવા વિશેષ અપીલ કરી હતી.

પોલીસ ઇન્સ્પેકટર દ્વારા પવિત્ર મોહરમ પર્વ કોમી એકતાની ભાવના સાથે તથા સોહાર્દભર્યા વાતાવરણમાં ઉજવણી કરવા વિશેષ અપીલ કરી હતી. તાજિયા કમિટીના આયોજકો દ્વારા આગામી પવિત્ર મોહરમ પર્વની શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવા સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી. આયોજિત શાંતિ સમિતિની બેઠકમાં નગરના આગેવાનો સહિત તાજિયા કમિટીના આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ગુજરાત સાયન્સ સિટીમાં એપ ડેવલપર્સનો પ્રારંભ, ગૂગલના નિષ્ણાંતો એપ ડેવલપર્સને આપશે તાલીમ

ProudOfGujarat

ભરૂચ : ૧૦૮ એમ્બ્યુલન્સનાં ઇ.એમ.ટી અને પાયલોટની મદદથી બસેરા હોટલનાં લેડીસ ટોઇલેટમાં મહિલાની સફળ પ્રસુતિ કરાવી.

ProudOfGujarat

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં આવેલ આદર્શ શોપિંગ પાસે થી એક યુવાન નો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!