Proud of Gujarat
FeaturedEducationEntertainmentGujaratINDIAUncategorized

યુનિયન સ્કૂલ ખાતે ડાન્સ કાયક્રમ યોજાયો

Share

બી.ઈ.એસ યુનિયન સ્કૂલ ઉચ્ચતર માધ્યમિક શાળા ભરૂચના પ્રાથમિક વિભાગના ડાન્સ નાં કાર્યક્રમની ઉજવણી શાળાના આચાર્ય વસંતભાઈ વલવીનાં નેજા હેઠળ કરવામાં આવી હતી.

જેમાં ધોરણ ૧ થી ૮ નાં બાળકો પ્રેયર ડાન્સ, ક્લાસિકલ ડાન્સ, રોબર્ટ ડાન્સ, સ્ટોરી સાથે ડાન્સ ફેન ડાન્સ, ગરબા પેટ્રીઓટીક ડાન્સ જેવી સાત કૃતિઓ ફિલ્મી ગીત સાથે ખુબ જ સુંદર રીતે રજુ કરવામાં આવી હતી,

Advertisement

આ તમામ કૃતિઓ શાળાનાં ડાન્સ શિક્ષક ઉચીતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી રેશમા બેન રાણાએ કર્યું હતું.

સમગ્ર કાર્યક્રમમાં શાળાના તમામ શિક્ષકો કર્મચારી ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ તેમજ વાલીમિત્રો હાજર રહ્યા હતા.


Share

Related posts

અંકલેશ્વર ધંતુરીયા ગામ ખાતે ગ્રામ સભામાં ખુરશીઓ ઉછળી – માથા ફૂટ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 

ProudOfGujarat

રાજપીપળામાં હોળી પર્વે ખાસ પૂજાતા આદિવાસીઓના આરાધ્ય દેવ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં 10 ઈંચ કરતા વધુ વરસાદ વરસ્યો જાણો વધુ…???

ProudOfGujarat
error: Content is protected !!