Proud of Gujarat
FeaturedGujaratINDIA

પાલેજ નગર સહિત પંથકમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર આશુરા પર્વની ઉજવણી કરાઇ.

Share

ભરૂચ જિલ્લાના પાલેજ નગર સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર આશૂરા પર્વની ઉજવણી કરાઇ હતી. ૧૪૪૫ વર્ષ પહેલા કરબલાના તપતા રણમાં ધોમધખતા તાપમાં અસત્ય સામે જંગ છેડનાર હજરત સૈયદ ઇમામ હુસેન, હજરત સૈયદ ઇમામ હસન અને તેઓના ૭૨ જાંબાઝ સાથીઓ અસત્ય સામે શીશ ન જુકાવી સત્ય માટે સતત દસ દસ દિવસ સુધી યઝીદી લશ્કર સામે હામ ભીડી જંગ લડ્યા હતા. સદીઓ વિત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સમુદાયના લોકો પવિત્ર મોહરમ માસમાં કરબલાના શહીદોની યાદમાં દર વર્ષે મોહરમ માસમાં શહીદોને યાદ કરી ખિરાજે અકિદત (શ્રદ્ધાંજલી) અર્પણ કરે છે.

આશુરા પર્વ નિમિત્તે નગરની મક્કા મસ્જિદ સહિત અન્ય વિસ્તારોમાં આવેલી વિવિધ મસ્જિદોમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. વહેલી સવારે નવ વાગ્યે દરેક મસ્જિદોમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડ્યા હતા. નગરની મસ્જિદોમાં આશુરા પર્વ નિમિત્તે નવાફિલ નમાઝ અદા કરવામાં આવી હતી. મક્કા મસ્જિદના ખતિબો ઇમામ મૌલાના મોહમ્મદ અશરફી સાહેબે આશુરાની દુઆ હાજરજનોને પઢાવી હતી. ત્યારબાદ વિશેષ દુઆ ગુજારી સલાતો સલામના પઠન બાદ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું. મક્કા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઉમટી પડયા હતા. નગરના વિવિધ વિસ્તારોમાં સરબતની સબિલો પણ જોવા મળી હતી. જ્યાં મુસ્લિમ યુવાનો રાહદારીઓને સરબત પીવડાવતા નજરે પડ્યા હતા.

Advertisement

Share

Related posts

આદર્શ આચારસંહિતાની અમલવારી દરમિયાન ભરૂચ પોલીસે 8419 લોકો લોકો પર અટકાયતી પગલા લીધા

ProudOfGujarat

સુરત : કતારગામમાં 2 વર્ષ પહેલાં મુખ્યમંત્રી સિનિયર સીટીઝન સેન્ટર શરૂ કર્યું હતું પરંતુ તેનું લોકાર્પણ ન કરાતાં લોકોમાં રોષ.

ProudOfGujarat

ઇશરત કેસમાં વણજારા-અમીન સામે કાર્યવાહી કરવા CBIએ મંજૂરી માગી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!