Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના ઝંખવાવ ગામે મોહરમ તહેવાર નિમિત્તે તાજીયા જુલુસ નીકળ્યું

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામે મોહરમના તહેવાર નિમિત્તે મુસ્લિમ બિરાદરો તાજીયા જુલુસ કાઢી તહેવારની ઉજવણી કરી હતી. સુંદર આકર્ષક તાજીયા સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા અને બપોરે ઝંખવાવ ગામના મુસ્લિમ બિરાદરો ગફુરભાઈ મુલતાની, બક્ષુ લાખા મુલતાની, હારૂન મનુ મૂલતાની, હુસેન મુલતાની, સત્તાર ખાનુ, અલ્તાફ શેરખા વગેરેની ઉપસ્થિતિમાં નવા ફળીયા અને મુલતાની ફળિયાથી મુખ્ય બજાર સુધી જુલુસ કાઢવામાં આવ્યું હતું ત્યારબાદ મુખ્ય બજારથી નજીકમાં આવેલા સેલારપુર નદીમાં તાજીયા વિસર્જિત કરવામાં આવ્યા હતા. આ પવિત્ર તહેવાર નિમિત્તે ઝંખવાવ ગામ અને આજુબાજુ ગામના મુસ્લિમ બિરાદરો એ તાજીયા તહેવારની ખૂબ ઉમંગથી ઉજવણી કરી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં “સાતમ”ના પવિત્ર દિવસે શ્રી રાજપૂત મહિલા ઉત્કર્ષ સમિતિ દ્વારા ભવ્ય “તલવાર રાસ” અને શૌર્ય પ્રદર્શન સંપન્ન : શક્તિની ઉપાસના અને સંસ્કૃતિના જતન ને સમર્પિત કાર્યક્રમમાં ૨૦૦ જેટલી બહેનો અને ૨૫૦ જેટલા ભાઈઓએ ઉત્સાહભેર લીધો ભાગ

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભરૂચ જિલ્લામાં ૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ૪૬ કિલોમીટરના માર્ગનું ફોરલેન અને મજબૂતીકરણનું ખાતમુહૂર્ત કર્યું

ProudOfGujarat

ભરૂચ-વરસાદી વાતાવરણ વચ્ચે બે અલગ અલગ સ્થળે મકાન ધરાસાઈ થવાની ઘટના-સદનસીબે કોઈ જાનહાની નહિ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!