Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા “મહિલા નેતૃત્વ દિવસ” ની ઉજવણી કરાઈ

Share

આજરોજ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી, નાયબ બાગાયત નિયામકની કચેરી તેમજ આત્મા પ્રોજેકટના નેતૃત્વ હેઠળ નારી વંદન ઉત્સવ અંતર્ગત “મહિલા નેતૃત્વ દિવસ”નું આયોજન “ગ્રામ પંચાયત રાજપારડી,તા. ઝઘડિયા”,ખાતે કરવામાં આવ્યું.

આ કાર્યક્રમની શરૂઆત પ્રાસંગિક ઉદબોધન મહિલા અને બાળ અધિકારી દ્વારા કરી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી જેમાં જુદા જુદા વિભાગ તેમજ સંસ્થામાંથી પધારેલ અધિકારીઓ તેમજ મહાનુભાવો દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ મહિલાઓને સમજ આપી હતી.

પ્રોગામ દરમ્યાન પુર્વી સેવા ટ્રસ્ટ દ્વારા મહિલા નેતૃત્વ દિવસની થીમ પર નાટક ભજવવામાં આવ્યુ અને નાટ્ય સ્વરૂપે મહિલાઓને પોતે જાતે નેતૃતવ લઈ પોતાનો વિકાસ કઈ રીતે કરી શકે છે એ બાબતે નાટય સ્વરૂપે માહિતી આપવામાં આવી હતી.

Advertisement

આ કાર્યક્રમમાં વ્હાલી દિકરી યોજનાના મંજુરી હુકમનું વિતરણ કરવામાં આવ્યું.અંતે મહિલા અને બાળ અધિકારી દ્વારા સર્વેનો આભાર માની આ કાર્યક્રમની પૂર્ણાહુતી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી,દહેજ પ્રતિબંધક અધિકારી, બાગાયત નિરીક્ષક, કારોબારી સભ્ય, તાલુકા પંચાયત સભ્ય તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીનો સ્ટાફ તેમજ ૭૫ થી વધુ મહિલાઓ હાજર રહેલ.


Share

Related posts

ભરૂચ પથક માં દીપાવલી પર્વની રાત્રીએ ચાર આગના બનાવો નોંધાયા અન્ય નાની મોટી આગના બનાવો પણ બન્યા જાણો વધુ.

ProudOfGujarat

નર્મદાના નિવાસી અધિક કલેક્ટર એચ.કે.વ્યાસની ઉપસ્થિતિમાં આજે રાજપીપલા કલેક્ટરાલય ખાતે જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઇ.

ProudOfGujarat

હવે કોને કહેવું..? ભરૂચ સિવિલ હોસ્પિટલની ICU વાન જ વેન્ટિલેટર પર, ખાનગીકરણ બાદ પણ સ્થિતિ ન સુધરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!