Proud of Gujarat
FeaturedGujaratINDIA

એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ બજાજ માર્કેટ્સ સાથે બૅન્કેસ્યોરન્સ માટે જોડાણ કર્યું

Share

ભારતની અગ્રણી વીમા કંપનીઓમાંની એક એસબીઆઈ જનરલ ઈન્શ્યોરન્સ કંપની લિમિટેડે બજાજ ફિનસર્વ લિમિટેડની પેટા કંપની અને ફાઇનાન્શિયલ સર્વિસીઝ માટે વન-સ્ટોપ ડિજિટલ માર્કેટપ્લેસ બજાજ માર્કેટ્સ સાથે કાર અને બાઈક ઇન્શ્યોરન્સ પોલિસી ઓફર કરવા માટે ભાગીદારી કરી છે.

મોટર ઇન્શ્યોરન્સ કેટેગરી હેઠળ, એસબીઆઈ જનરલ ઇન્શ્યોરન્સ બાઇક અને કાર ઇન્શ્યોરન્સ પ્લાન્સ ઓફર કરે છે જે રૂ. 15 લાખ સુધીના પર્સનલ એક્સિડન્ટ કવરેજ, થર્ડ-પાર્ટી લાયેબિલિટી કવર, ઓન ડેમેજ કવર અને અન્ય 15 એડ-ઓન્સ ઓફર કરે છે.

Advertisement

તેના કેટલાક વિશિષ્ટ ફીચર્સ નીચે મુજબ છેઃ

એસબીઆઈ જનરલ કાર ઈન્શ્યોરન્સ

· નીચેની બાબતો આવરી લેવામાં આવી છે:

o 15 એડ-ઓન પ્લાન જેમ કે કવર ઓફર કરે છે:

§ પર્સનલ એક્સિડેન્ટ કવર

§ બાય-ફ્યુઅલ કીટ

§ ડેપ્રિસિયેશન રિએમ્બર્સમેન્ટ

§ ઇમર્જન્સી આસિસ્ટન્સ

§ એનસીબી પ્રોટેક્શન

· 5900 થી વધુ ગેરેજ પર કેશલેસ સર્વિસ

એસબીઆઈ જનરલ ટુ-વ્હીલર ઇન્શ્યોરન્સ

● નીચેની બાબતો આવરી લેવામાં આવી છે:

○ ઓફર્સ:

■ પર્સનલ એક્સિડેન્ટ કવર

■ ઓન-ડેમેજ કવર

■ એનસીબી પ્રોટેક્શન

■ રિટર્ન ટુ ઇન્વોઇસ: બાઈકની ચોરી અથવા બાઇકના કુલ ડેમેજ/નુકસાનના કિસ્સામાં

■ કુદરતી આફતો સામે રક્ષણ

○ 1000 થી વધુ ગેરેજ પર કેશલેસ સર્વિસીઝ

પ્રીમિયમ કેલ્ક્યુલેટર બજાજ માર્કેટ્સની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે, જે વ્યક્તિઓને કાર અને બાઇક ઇન્શ્યોરન્સ પોલિસી માટે પ્રીમિયમની રકમનો અંદાજ કાઢવામાં મદદ કરે છે.

વધુમાં, આવી પોલિસી માટેની પરચેઝ જર્નીને સ્ક્રીન પર થોડા ક્લિક્સ વડે મેળવી શકાય છે. પ્રીમિયમ માટેની ડિજિટલ ચૂકવણી પ્રક્રિયા સીમલેસ અને સરળ છે. પાંચ-પગલાની પ્રક્રિયા ગ્રાહકોને અણધાર્યા કાર અને બાઇક સંબંધિત ખર્ચાઓ સામે તેમના નાણાંને સુરક્ષિત કરવામાં સક્ષમ બનાવે છે.

એસબીઆઈ જનરલ ઈન્શ્યોરન્સના પૂર્ણ સમયના ડિરેક્ટર આનંદ પેજાવરે જણાવ્યું હતું કે, “અમે બજાજ ફિનસર્વની પેટાકંપની અને ભારતમાં સૌથી ઝડપથી વિકસતી ફિનટેક કંપનીઓમાંની એક બજાજ માર્કેટ્સ સાથે ભાગીદારી કરીને ખુશ છીએ. આ વ્યૂહાત્મક જોડાણ બે ઈન્ડસ્ટ્રી લીડર્સની તાકાતને એકસાથે લાવે છે અને દેશના દરેક ખૂણે અસાધારણ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ પહોંચાડવાની અમારી પ્રતિબદ્ધતામાં એકજૂથ છીએ. સાથે મળીને, અમે સમગ્ર ભારતમાં વ્યાપક ગ્રાહક આધારને વધુ સારી રીતે સેવા આપવા માટે બજારમાં પ્રવેશને વધારવા માટે પરિવર્તનકારી પ્રવાસ શરૂ કરીએ છીએ.”

બજાજ માર્કેટ્સના ડિરેક્ટર અને સીઈઓ આશિષ પંચાલે જણાવ્યું હતું કે, “વિશ્વાસ અને સુરક્ષાનો મજબૂત વારસો ધરાવતી ભારતની અગ્રણી ઇન્શ્યોરન્સ કંપનીઓમાંની એક એસબીઆઈ જનરલ ઈન્શ્યોરન્સ સાથે ભાગીદારી કરવામાં અમને આનંદ થાય છે. અમે બજાજ માર્કેટ્સમાં ગ્રાહકોને ઘર્ષણ રહિત રીતે પસંદગીની શ્રેણી ઓફર કરવા માટે ગ્રાહક આંતરદ્રષ્ટિ, એનાલિટિક્સ અને ટેકનોલોજીમાં અમારી કુશળતાનો લાભ લઈએ છીએ. આ ભાગીદારી ‘વન માર્કેટપ્લેસ’ પ્રસ્તાવને મજબૂત બનાવશે અને અમારા ગ્રાહકોને પ્રોડક્ટ્સનો અસાધારણ સેટ પહોંચાડવામાં અમને મદદ કરશે.”


Share

Related posts

લીંબડી ખાતે મોહરમ નિમિત્તે બે વિસ્તારમાંથી તાજીયા જુલૂસ નીકળ્યું

ProudOfGujarat

નડિયાદ : પીજ ખાતે વિશ્વ વસ્તી દિવસ અંતર્ગત ગુરુ શિબિરનું આયોજન કરાયું

ProudOfGujarat

તા. ૨૮ મીએ રાજપીપલામાં જીતનગર આઇ.ટી.આઇ. ખાતે જિલ્લાકક્ષાનો ભરતીમેળો-એપ્રેન્ટીસશીપ ભરતીમેળો યોજાશે : રોજગારવાંચ્છુ ઉમેદવારોને જાહેર આમંત્રણ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!