Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

એહમદ પટેલ અને મનસુખ વસાવાની રજુઆતને પગલે નર્મદાનું જળસ્તર વધારવા કરજણ ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડાયું.

Share

(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર નર્મદા ડેમનું કામકાજ પૂર્ણ થતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ડેમના દરવાજા બંધ કર્યા હતા.બાદ પીએમ મોદીએ ડેમનું લોકાર્પણ કર્યું હતું.ત્યારે ડેમના દરવાજા બંધ કરાતા ભવિષ્યમાં સિંચાઇના પાણી આધારિત ખેડૂતોને ખેતીમાં નુકશાન જશે તથા નર્મદા નદી સૂકી ભઠ્ઠ થઈ હોવાથી માછીમારીનો નુક્શાનીની સામનો કરવો પડે છે.વધુમાં નદીઓ સૂકી ભઠ થતા નર્મદા જયંતિની ઉજવણી પર પણ પ્રશ્ન ઉભો થવાથી સાધુ સંતોમાં નારાજગી ઉભી થઇ હોવા સહિત અનેક કારણો આગળ ધરી ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને અને રાજ્યસભાના સાંસદ એહમદ પટેલે સીએમ વિજય રૂપાણીને સમયાંતરે નર્મદા નદીમાં સમયાંતરે પાણી છોડવા પત્ર લખી રજૂઆતો કરી હતી.
તો એમની રજૂઆતને પગલે હાલ 24મી જાન્યુઆરીએ નર્મદા જયંતીની ઉજવણીને ધ્યાને લઈને નર્મદા નદીને ખળ ખળતી કરવા નાંદોદના કરજણ ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડવાનો ગુજરાત સરકારે નિર્ણય કર્યો હતો.એ મુજબ સોમવારે બપોરે બાર વાગે કરજણ ડેમમાંથી 3000 ક્યુસેક પાણી છોડવાની શરુઆત કરાતા નાંદોદ તાલુકાના કાંઠાના ગામોને સાવધ કરાયા છે.જે આગામી 26મી જાન્યુઆરી સુધી સમયાંતરે છોડાશે.પણ કરજણ ડેમમાંથી પાણી છોડવાનો સરકારનો નિર્ણયથી માત્ર ભરૂચ જિલ્લાના કાંઠાના પવિત્ર સ્થાનો પર જ પાણી આવશે.જ્યારે નર્મદા અને વડોદરા જિલ્લાના કાંઠાના પવિત્ર સ્થાનો પર નર્મદામાં પાણી વિનાજ નર્મદા જયંતિની ઉજવણી કરવી પડશે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે.જેથી રાજ્ય સરકારના આ તઘલગી નિર્ણય સામે આ વિસ્તારના સાધુ સંતોમાં રોષ યથાવત રહયો છે.તો એક તરફ ગુજરાત સરકારે પાણી મુદ્દે રજુઆત કરનાર આ બન્ને સાંસદો અને નર્મદા જિલ્લાની પ્રજા સહિત સાધુ સંતોને ઉલ્લુ બનાવ્યા હોવાની ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે.બીજી બાજુ રજુઆત કરનાર સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે કરજણ ડેમના 3000 ક્યુસેક પાણીથી હાલ નર્મદા જયંતિ ઉજવાશે પણ નર્મદા ડેમમાંથી પાણી છોડવાની મારી માંગ હજુ યથાવત છે.

Share

Related posts

હાંસોટ ખાતે જીઇબી ની વિજિલન્સ ટીમે રેડ કરતાં 16 લાખ 35 હજારની વિજચોરી પકડાઇ

ProudOfGujarat

અંકલેશ્વરમાં તસ્કરો બન્યા બેફામ, એક જ મકાનમાં બીજીવાર ચોરીની ઘટનાને અંજામ આપી થયા ફરાર.

ProudOfGujarat

ડેડીયાપાડા નગરના મુખ્ય માર્ગ પર ગટર ઉભરાતા ગંદકીનું પ્રમાણ વધ્યું: લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ

ProudOfGujarat
error: Content is protected !!