Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડાની પોસ્ટ ઓફિસની બિલ્ડિંગ જર્જરિત હોવાથી રીનોવેશન કામ કરવામાં આવે તેવી લોક માંગ

Share

ખેડા ખાતે આવેલ પોસ્ટ ઓફિસની બિલ્ડિંગ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હાલતમાં ફેરવાતા પોસ્ટ ઓફિસની હાલત કફોડી બની છે. જોકે ઇન્ટરનેટના જમાનામા પોસ્ટ ઓફિસનું બહુ મહત્વ રહ્યું નથી. પરંતુ એક સમયે આખા બૃહદ ખેડા આણંદ જિલ્લાની સૌથી મોટી હેડ પોસ્ટ ઓફિસ ગણાતી આ પોસ્ટ ઓફિસ હાલ જર્જરીત હાલતમાં ફેરવાઈ છે. ખેડા પોસ્ટ ઓફિસના પ્રવેશ દ્વારના જાપાની શટર પાઇપ સડી ગયા છે. જેના કારણે આખો દરવાજો ખૂલતો નથી માત્ર એક જ વ્યક્તિ નીકળી શકે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

આવા સમયે દિવ્યાંગ,  સિનિયર સિટીઝને આવાજવામાં તકલીફ પડે છે. વળી બહાર દરવાજામાં તેમજ છત પર સળિયા દેખાય છે. અને દિવાલો ઉપર મોટી તિરાડો પડી ગઈ છે. છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં ફેરવાઈ ગયેલ ખેડા પોસ્ટ ઓફિસમાં કોઈ પણ જાતની મરામત કરવામાં આવી નથી સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ. તંત્ર દ્વારા સત્વરે પોસ્ટ ઓફિસનુ રીનોવેશન કામ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

નર્મદા ચોકડી નજીક એસ.ટી બસનો અકસ્માત.એસ.ટી બસ પલ્ટી ખાતા ૨ કલાકની જહેમતે બસને સીધી કરાતા મુસાફરોમાં હાશકારો…

ProudOfGujarat

ભરૂચ : ખેડૂત પ્રશ્નોનું એક મહિનામાં નિરાકરણ જાહેર કરવા ખેડૂતોની કલેકટરને ઉગ્ર રજૂઆત.

ProudOfGujarat

સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનની હદમાં વિશ્વ મહિલા દિનના રોજ જ મહિલા સાથે છેડતીનો બનાવ નોંધાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!