Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોર-કપડવંજ રોડ પર રાવઠી પાટીયા પાસે કન્ટેનરમાં પ્લાસ્ટિકના વેસ્ટેજની આડમાં લઈ જવાતાં દારૂ સાથે એક ઈસમ ઝડપાયો

Share

કન્ટેનરમાં પ્લાસ્ટિકના વેસ્ટેજની આડમા લઈ જવાતો રૂપિયા ૧૬.૪૮ લાખનો દારૂ સાથે એકને ઝડપી પાડયો છે. આ બનાવમાં પોલીસે અન્ય એક ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને વાહન માલિક મળી કુલ ૪ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઠાસરા પોલીસના માણસો શુક્રવારની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન  ડાકોર-કપડવંજ રોડ પર રાવઠી પાટીયા પાસે આવતાં એક રાજસ્થાન પાર્સીગની કન્ટેનર ઊભું હતું. આ વાહનની આગળ એક વ્યક્તિ ઊભો હતો.  પોલીસે એ વ્યક્તિનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ મહાવીરસિંહ ભુરસિંહ રાવત (રહે.ટોટગઢ, અજમેર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે  કન્ટેનરમાં તલાસી લેતાં આગળ પ્લાસ્ટિકના વેસ્ટેજ મળી આવ્યો હતો. પાછળ તપાસ કરતાં ખાખી રંગના બોક્સો મળી આવતાં પોલીસે વિદેશી દારૂનો જથ્થાની  ગણતરી કરતા અલગ અલગ માર્કાની વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયર ટીન મળી કુલ ૧૪,૧૦૦ નંગ જેની કિંમત ૧૬ લાખ ૪૮ હજાર ૩૨૦ તેમજ મહાવીરસિંહ પાસેથી એક મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ વાહન મળી કુલ રૂપિયા ૨૬ લાખ ૫૪ હજાર ૫૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં પોલીસે પકડાયેલ  વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને વાહન માલિક મળી કુલ ૪ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ શહેરમાં વધુ બે લોકો કોરોના વાયરસ સ્થિતિ સંક્રમિત થયા હોવાની વિગતો બહાર આવી છે જેમાં હાલ ભરૂચ જિલ્લામાં બહારથી આવીને સંક્રમિત થયેલા દર્દીઓની સંખ્યા ૧૯ ઉપર પહોંચી છે જ્યારે કુલ સંક્રમિત લોકોની સંખ્યા 59 ઉપર પહોંચી છે.

ProudOfGujarat

ભરૂચ: ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી ભયજનક સપાટીએ – તંત્ર દ્વારા કાંઠા વિસ્તારોમાં એલર્ટ જાહેર

ProudOfGujarat

રાજકોટ : રખડતાં ઢોર પકડનાર અને માલધારી આવ્યા આમને સામને, માથાકૂટનાં અંતે બે ઢોર પકડી પાડયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!