Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના કોસમડી ગામે મોરા ફળીયામાંથી એક ઈસમ શંકાસ્પદ બાઈક સાથે ઝડપાયો.

Share

અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે. વિસ્તારમાં આવેલ કોસમડી ગામે મોરા ફળીયામાંથી એક ઇસમને શંકાસ્પદ બાઇક સાથે એલ.સી.બી પોલીસે ઝડપી પાડ્યો હતો.

ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક મયુર ચાવડા એ ભરૂચ જીલ્લામાં મિલકત સંબંધી ગુનાઓ બનતા અટકાવવા તેમજ વણશોધાયેલ વાહન ચોરીના ગુના શોધી કાઢવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ એલ.સી.બીના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ-અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ દરમ્યાન પો.સ.ઇ. આર.કે.ટોરાણી એલ.સી.બી.ની ટીમ ખાનગી વાહનમાં અંક્લેશ્વર જી,આઇ.ડી.સી. પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, “અંક્લેશ્વર તાલુકાના કોસમડી ગામમાં આવેલ મોરા ફળીયામાં એક ઇસમ આગળની નંબર પ્લેટ વગરની શંકાસ્પદ બાઇક ફેરવે છે જે બાતમી હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ જઇ ચેક કરતા બાતમી વર્ણનવાળો ઇસમ બાઇક સાથે મળી આવતા તેને કોર્ડન કરી મો.સા. સાથે પકડી પાડી તેની પાસેની મો.સા.જેની કિં.રૂ. ૨૦,૦૦૦ – ગણી સી.આર.પી.સી સંલગ્ન કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્વર જી.આઇ.ડી.સી. પો.સ્ટે ખાતે આગળની વધુ તપાસ માટે સોપવામાં આવેલ છે. પકડાયેલ ઇસમ મહમદ સાહબુદીન ઉર્ફે સાબુ બીજનેશ રાય રહે, મોરા કળીયુ, કોસમડી, ઇમરાન માલીયાના મકાનમાં ભાડેથી તા-અંક્લેશ્વરની અટક કરવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરાના લક્ષ્મીપુરા રોડ પર ફર્નિચરના ગોડાઉનમાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ

ProudOfGujarat

અંકલેશ્વર ખાતેથી ચોરી થયેલ રીક્ષાના રીઢા ઇસમને ગણતરીના કલાકોમાં અમદાવાદથી ભરૂચ એલ.સી.બી.એ ઝડપી પાડયો.

ProudOfGujarat

રાજપીપલા નગરપાલિકા દ્વારા અદ્યતન સ્મશાન બનાવવાના પ્રોજેક્ટ સામે વિવાદ : જિલ્લા કલેક્ટરને આવેદન આપી વિરોધ પ્રદર્શીત કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!