Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચની મુન્શી (મહિલા) બી.એડ. કોલેજમાં ચંદ્રયાન-૩ વિશે રંગોળી અને ચિત્ર સ્પર્ધા યોજાઇ

Share

મુન્શી (મનુબરવાલા) મેમોરીયલ ચેરિટેબલ ટ્રસ્ટ, ભરુચ સંચાલિત મુન્શી મહિલા બી.એડ. કોલેજ તથા પરમલોક વિજ્ઞાન કેન્દ્ર ગુજકોસ્ટ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ચંદ્રયાન-3 ના લેંડિંગ સમયે ચંદ્રયાન-3 વિષે રંગોળી અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્પર્ધામાં મુન્શી મહિલા બી.એડ. કોલેજની એફ.વાય. બી.એડ. ની 30 તાલીમાર્થીઓએ ચિત્ર સ્પર્ધામાં અને ૨૫ તાલીમાર્થીઓએ રંગોળી સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ તાલીમાર્થીઓ દ્વારા બનાવેલી કલાકૃતિનું નિર્ણયકો દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આપી પરમલોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા તેમણે ઈનામ આપી સન્માનીત કરવામાં આવ્યા. જેમાં ચિત્ર સ્પર્ધામાં પ્રથમ ક્રમે મિયાજી જુવેરિયા, બીજા ક્રમે પટેલ નીલોફર અને ત્રીજા ક્રમે શેખ સુલેના વિજેતા બની હતી જ્યારે રંગોળી સ્પર્ધામાં પ્રથમ ક્રમે અરુણા ગ્રુપ, બીજા ક્રમે પ્રિયંકા ગ્રુપ અને ત્રીજા ક્રમે ઉજમા ગ્રુપ વિજેતા જાહેર થયા હતા, જે બદલ મુન્શી ટ્રસ્ટ અને મુન્શી મહિલા બી.એડ. કોલેજ વતી તેમને અભિનંદન આપ્યા હતા.

Advertisement

Share

Related posts

સમગ્ર ભરૂચ જિલ્લા વિસ્તારમાં કોઇ પણ વ્યકિતએ કેટલાક કૃત્યો કરવા પર પ્રતિબંધ ફરમાવાયો*

ProudOfGujarat

રાજપારડી ગામે લોક કરીને મુકેલ મોટરસાયકલની ઉઠાંતરી…

ProudOfGujarat

માંગરોળ જીઇબી આસિસ્ટન્ટ લાઈનમેનની સરાહનીય કામગીરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!