Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળામાં મતદાતા ચેતના અભિયાન હેઠળ જિલ્લા ભાજપની પત્રકાર પરિષદ યોજાઈ

Share

ચૂંટણીઓ વખતે મતદાતા નોંધણીનું કામ ચૂંટણી વિભાગ દ્વારા કરાતું હોય છે, પરંતુ આ વખતે પ્રથમ વખત દેશમાં ભાજપ દ્વારા મતદાતા ચેતના અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં 18 વર્ષ પૂર્ણ થયા હોય તેવા મતદારોના નામની નોંધણી ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવશે. નર્મદાના રાજપીપળામાં સાંસદ મનસુખભાઈ વસાવા જિલ્લા મહામંત્રી નિલભાઈ રાવ ભાજપના અગ્રણી સુરેશભાઇ વસાવા દ્વારા એક પત્રકાર પરિષદ યોજાઈ હતી.

નવા મતદારોને જોડવાની આ કામગીરી તારીખ તારીખ 25 અને 26 ના રોજ ભાજપના કાર્યકરો અને અગ્રણીઓ ઘેર ઘેર જઈ લોક સંપર્ક દ્વારા કરશે અને નવા મતદારોને જોડવાનું કામ કરશે. આ ઉપરાંત કોલેજ અને યુનિવર્સિટીઓમાં પણ જઈને મતદાર નોંધણી કરશે. કોલેજ અને યુનિવર્સિટી કેમ્પસમાં બહાર નોંધણીનું કામ કરાશે. નોંધણી ફોર્મ દ્વારા અથવા તો ઓનલાઇન પણ થઈ શકશે. ફોર્મ નંબર 6 નામ નોંધણીનું છે. ફોર્મ નંબર 7 નામ કમી કરાવવા માટેનું છે, જ્યારે ફોર્મ નંબર 8 નામ, સરનામું, ફોન નંબર વગેરેમાં સુધારા વધારા માટેનું છે. દરેક વોર્ડમાં ફોર્મ આપવામાં આવ્યા છે.
નામ નોંધણી માટે ઓનલાઇન અથવા ફોર્મ ભરીને નોંધણી કરાવી શકશે, તેમ અત્રે યોજાયેલી પત્રકાર પરિષદમાં સાંસદ મનસુખ ભાઈ વસાવા એ જણાવ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ ના પાંચબત્તી વિસ્તાર માં આવેલ આદર્શ શોપિંગ પાસે થી એક યુવાન નો મૃતદેહ મળી આવતા ચકચાર મચ્યો હતો….

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ફરજ પર ગુલ્લેબાજી કરનાર તબીબને નોટિસ આપી.

ProudOfGujarat

અમદાવાદ : સાબરમતી નદીમાં વોટર સ્પોર્ટસની મજા માણતી યુવતી નદીમાં પડી, ટીમે દિલધડક રેસ્ક્યૂ કર્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!