Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર પાસે આવેલ ધોળીધજા ડેમ 94 ટકા ભરાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ

Share

સુરેન્દ્રનગર પાસે આવેલ ધોળીધજા ડેમ ૯૪ ટકા ભરાઈ ગયો હોવાથી નીચાણવાળા વિસ્તારોને સાવધાની રાખવા તાકીદ કરવામાં આવી છે. ધોળીધજા ડેમના સેક્શન ઓફિસરની યાદીમાં જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર પાસે આવેલ ધોળીધજા ડેમ ૯૪ ટકા ભરાઇ ગયો છે. ઉપરાંત ડેમની પુર્ણ જળસપાટી ૮૦.૪૮ મીટર છે, જેમાંથી ૮૦.૨૪ મીટર ભરાઇ ગયેલ છે.

પાણીની ધીમી આવક ચાલુ છે તો ડેમ ગમે તે સમયે ઓવરફ્લો થવાની શક્યતા છે જેથી ડેમના નીચાણવાળા વિસ્તારોમાં આવતા વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

Advertisement

આ વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા

સુરેન્દ્રનગર, વઢવાણ તાલુકાના વઢવાણ, ભડીયાદ, જોરાવરનગર, રતનપર, સાંકળી, મેમકા, નાના કેરાળા તેમજ લીંબડી તાલુકાના શિયાણી, નટવરગઢ, દોલતપર, જાંબુ, પરનાળા અને રામરાજપર ગામના લોકોને બંધની ઉપરવાસમાં અને નીચાણવાસમાં આવતા વિસ્તારોમાં કે નદીના પટમાં અવર-જવર ન કરવા તથા સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે.

ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવતા કેટલાક ડેમોમાં પાણી ભરાઈ રહ્યું છે. અત્યારે વરસાદ ગુજરાતમાં ખેંચાઈ રહ્યો છે જો કે, જૂન અને જુલાઈ મહિનામાં સારો એવો વરસાદ પડ્યો છે ત્યારે તેના કારણે સરોવરો, ડેમોમાં સારા એવા પાણીની આવક થઈ રહી છે.


Share

Related posts

ભરૂચ-આગામી ઉત્તરાયણ પર્વને લઇ જન જાગૃતિ અર્થે રેલી નિકળી-જાણો શુ સંદેશ આપવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર નગરપાલિકાનાં વેરા વસુલાત વિભાગમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની અરજી પાલિકાના સત્તાધીશોને આપવા છતાં કોઈ કામગીરી નહીં થતાં અરજદારોમાં રોષ ઉઠવા પામ્યો છે.

ProudOfGujarat

વડોદરા-વાઘોડીયામાં નાઈજેરીયન યુવકોએ પરણિત મહિલાની છેડતી કરતા ખળભળાટ મચ્યો….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!