Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝઘડિયાના રાજપારડીની ડિ.પી.શાહ વિદ્યામંદિરમાં 10 થી વધુ વિદ્યાર્થીઓને અચાનક શ્વાસની તકલીફ થતાં ચકચાર

Share

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે ડી.પી.શાહ વિધ્યામંદિર શાળાના માધ્યમિક વિભાગની ધો.૯ અને ૧૦ ની ૧૧ જેટલી બાળાઓને આજે ચાલુ શાળા દરમિયાન અચાનક શ્વાસ લેવામાં તકલીફ લઇને ગભરામણ જવું થતાં શાળાના શિક્ષકો દ્વારા તેમને તાત્કાલિક રાજપારડી ખાતે પ્રાથમિક સારવાર અપાવીને અવિધા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઇ જવામાં આવી હતી.

આ બાળાઓને ત્રણ જેટલી એમ્બ્યુલન્સમાં અવિધા ખાતે તેમને થયેલ તકલીફની તપાસ માટે લઇ જવામાં આવી હતી. વિધ્યાર્થીનીઓને થયેલ આ તકલીફનું કારણ હાલતો જાણી શકાયું નથી. જોકે વિદ્યાર્થીનીઓને અચાનક શ્વાસ લેવામાં તકલીફ ઉભી થતાં શાળા સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક સારવાર માટે લઇ જવામાં આવી હતી. ઘટનાને પગલે શાળાના તમામ વિદ્યાર્થીઓને છોડી દેવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગ ખાતે એક ખેતરમાં ટીટોડીએ ચાર ઈંડા મુકતા સારા વરસાદનું અનુમાન…

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં જુની તરસાલી ગામે ખાણ ખનીજ વિભાગની રેઇડ, બિનઅધિકૃત રેતીનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

નીતિન પટેલની લપસી જીભ : ભરૂચના નર્મદા મૈયા બ્રિજને જણાવ્યો ગંગા મૈયા બ્રિજ : હોમવર્ક વગર બોલી જવાની નેતાઓની આદતની ચર્ચા…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!