Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદની બાળાએ ગોવા ખાતે યોજાયેલ “કરાટે રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ” માં સુવર્ણચંદ્રક તથા કાંસ્યચંદ્રક હાંસલ કર્યો

Share

નડિયાદની દસ વર્ષની દીકરી દેવાંગી પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટે કુમિતે (ફાઇટ) માં સુવર્ણચંદ્રક તથા કાતામાં કાંસ્યચંદ્રક મેળવી નડિયાદ, ખેડા જિલ્લા તથા ગુજરાતનું નામ રોશન કર્યું છે. નડિયાદની શ્રી સંતરામ ઈંગ્લીશ મિડિયમ સ્કૂલમાં ધોરણ – છઠ્ઠા  (૬) માં અભ્યાસ કરતી દેવાંગી હાલ નડિયાદની આર કે માર્શલ આર્ટ એકેડેમીમાં રશ્મિનભાઈ પટેલ પાસે કરાટેનુ ખાસ પ્રશિક્ષણ મેળવી રહી છે. આ સંસ્થાના કુલ સોળ(૧૬) વિદ્યાર્થીઓએ ગોવા ખાતે વિવિધ વયજૂથની કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો, તેમાં દેવાંગી પ્રકુંજકુમાર બ્રહ્મભટ્ટે શાનદાર-જાનદાર દેખાવ કરી સુવર્ણચંદ્રક તથા કાંસ્યચંદ્રક પ્રાપ્ત કરી આ સંસ્થાનું પણ ગૌરવ વધાર્યું છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સુરત : સરથાણા વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસરના બાયોડીઝલના પંપ પર પોલીસના દરોડા..!

ProudOfGujarat

પશ્ચિમ બંગાળના સાંસદ વિરુદ્ધ લીંબડી જૈન સમાજ એ મામલતદારને પાઠવ્યું આવેદન.

ProudOfGujarat

ગોધરા ખાતે વડ સાવિત્રી વ્રતની ભક્તિસભર ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!