Proud of Gujarat
FeaturedGujaratINDIA

આફ્રિકાના વેન્ડામાં ગુજરાતી પરિવાર પર હુમલો, ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયા, પરિવારજનોમાં ચિંતાનો માહોલ

Share

વડોદરાના કરજણ તાલુકાનાં સાંસરોદ ગામના વતની પરિવાર ઉપર લૂંટના ઇરાદે આફ્રિકાના વેન્ડા ટાઉનમાં નિગ્રો લૂંટારુઓએ હુમલો કરતાં ગંભીર ઇજાને પગલે યુવાનને સારવાર માટે ખસેડયો હતો. આફ્રિકામાં વારંવાર ગુજરાતી લોકો ઉપર થઈ રહેલ હુમલાની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે થોડા દિવસ પહેલા ભરૂચ જિલ્લાના એક યુવાન ઉપર હુમલાની ઘટના સામે આવ્યા બાદ શનિવારે ફરી આફ્રિકાના વેન્ડા ટાઉનમાં મૂળ કરજણના સાંસરોદ ગામના વતની યુવાન ઉપર હુમલાની ઘટના સામે આવી છે.

જેમાં લૂંટના ઇરાદે આવેલા નિગ્રોએ દુકાનમા પ્રવેશ કરી પરિવાર ઉપર બંદૂક તાંકી લૂંટની ઘટનાને અંજામ આપે તે પહેલા ગુજરાતી યુવાન દુકાન બાદ આવી જતાં તેણે નિગ્રો લૂંટારુઓને પકડવાની કોશિશ કરતાં લુટારુઓએ યુવાન ઉપર હુમલો કરી ફરાર થઈ ગયા હતા લૂંટની સમગ્ર ઘટના દુકાનમા લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વિદેશમાં ગુજરાતીઓ પર વધતા હુમલાઓથી સ્વજનો ચિંતિત થયા છે.

Advertisement

Share

Related posts

નબીપુર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર હોટલ આનંદ ના પાર્કિગમાં સમી-સાંજના સમયે એલ.સી.બી પોલીસે ટ્રક સહિત જંગી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ProudOfGujarat

મોરબીમાં સ્પાની આડમાં ચાલતાં કુટણખામાં દરોડો પાડી 3 આરોપીઓની ધરપકડ

ProudOfGujarat

દબાણ કર્તાઓ સામે તંત્રની તવાઈ – વાગરા બજાર વિસ્તારમાંથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા તંત્ર કામે લાગ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!