Proud of Gujarat
FeaturedGujaratINDIA

દાહોદથી આણંદ જતી મેમુ ટ્રેનના એન્જિનમાં અચાનક લાગી ભયાનક આગ, ઉતરી જતા મુસાફરોનો આબાદ બચાવ

Share

દાહોદ-આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગવાની ઘટના બની છે. માહિતી મુજબ, ટ્રેનના એન્જિનમાં લાગેલી આગ આગળના બે કોચ સુધી પ્રસરી છે. જોકે, સદનસીબે ટ્રેનમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થતા કોઈ જાનહાનિના સમાચાર નથી.

મીડિયા અહેવાલ મુજબ, દાહોદ ખાતે આણંદ મેમુ ટ્રેનમાં આગ લાગવાની ઘટના બની છે. ટ્રેનના એન્જિનમાં અચાનક આગ લાગતા મુસાફરોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. એન્જિનમાં લાગેલી આગ આગળના બે કોચ સુધી પહોંચી હતી. જો કે, ટ્રેન ઊભી રહેતા મુસાફરો સમયસર ટ્રેનમાંથી નીચે ઉતરી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. આથી સદનસીબે, આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ.

Advertisement

ટ્રેનમાંથી ઉતરી જતા મુસાફરોનો આબાદ બચાવ

ટ્રેનના એન્જિનમાં આગ લાગવાની ઘટનાની માહિતી દાહોદ ફાયરબ્રિગેડ વિભાગને આપવામાં આવી હતી. આથી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનો સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. માહિતી મુજબ, આ મેમુ ટ્રેન દાહોદથી આણંદ થઈ રહી હતી. ઘટના અંગે માહિતી મળતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.


Share

Related posts

સંસ્કૃતિ ટ્રસ્ટ દ્વારા અસ્મિતા વિકાસ કેન્દ્ર ખાતે મનોદિવ્યાંગ બાળકો સાથે ધુળેટીની અનોખી ઉજવણી

ProudOfGujarat

શહેરા:મંગલીયાણા ગામે પંચાયતના હેન્ડપંપ મુકાવા મુદ્દે બબાલ થતા પોલીસ ફરિયાદ

ProudOfGujarat

વિકાસકામોમાં વિલંબ નહીં ચાલે, સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ : જિલ્લા આયોજન અને DMFની સમીક્ષા બેઠક યોજાઈ; જંબુસર તાલુકા માટે ₹3.16 કરોડના નવા પ્રોજેક્ટ મંજૂર, શુકલતીર્થ શાળામાં સોલાર વોટર કૂલરનું કામ પૂર્ણતાના આરે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!