Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે બે જગ્યાએ યોગ શિબિરનું આયોજન કરાયું

Share

જામનગરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે શહેરમાં ક્રિકેટ બંગલો ગ્રાઉન્ડ તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાત રાજ્યના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના પ્રયત્નથી સમગ્ર વિશ્વમાં યોગ – પ્રાણાયામ પ્રચલિત થયા છે, પ્રતિ વર્ષ 21 જૂન નિમિત્તે વિશ્વ યોગ દિન તરીકે ઉજવણી કરીએ છીએ, આથી ગુજરાત સરકારના રમતગમત અને યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમગ્ર રાજ્યના નાગરિકો સ્વસ્થ અને તંદુરસ્ત રહે તેવો રહ્યો છે, જે સંદર્ભે માન. વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિન નિમિત્તે જામનગરમાં તા. 16/9/2023 અને તા. 17/9/2023 ના રોજ ક્રિકેટ બંગલો ગ્રાઉન્ડ અને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ખાતે સવારે 6:00 થી 8:00 સુધી યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે, ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આ પ્રયત્નમાં જામનગરના સર્વે નગર શ્રેષ્ઠિઓ, રાજકીય આગેવાનો, તેમજ બહોળા પ્રમાણમાં નાગરિકો જોડાય તેવી સર્વેને યોગબોર્ડ દ્વારા અપીલ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : એસ.પી ડો.લીના પાટીલનો બુટલેગરો સામે સતત સપાટો, વેસદડા ગામની સીમના ખેતરમાં સંતાડેલ લાખોની કિંમતનો વિદેશી શરાબ ઝડપાયો.

ProudOfGujarat

ભરૂચ : વહેલી સવારે 4 મોબાઈલની ચોરી કરતો શખ્સ સી.સી.ટી.વી. માં કેદ…. વધુ જાણો.

ProudOfGujarat

ભરૂચનાં દેત્રાલ ગામ ખાતે મંદિરના ટ્રસ્ટની માલિકીની જગ્યામાં અન્ય બાંધકામ કરાતા આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!