Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં નર્મદા પુર અસરગ્રસ્ત વિસ્તારમાં રેડક્રોસ દ્વારા રાહત સામગ્રીનું વિતરણ કરાયું.

Share

સપ્ટેમ્બર 2023 મહિના દરમિયાન નર્મદા નદીમાં આવેલ ઘોડાપૂરને કારણે નદી કાંઠાના ગામોમાં ભયંકર પૂરની સ્થિતિને કારણે સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. હજારો પરિવારોને લાખો કરોડોના ઘરવખરી અને ઉભા પાકને નુકસાન થયેલ છે આ સ્થિતિમાં જેમના કાચા મકાન હતા તેઓ ઘર વિહોણા બન્યા છે.

રેડક્રોસ દ્વારા નદીના દક્ષિણ તરફના ગામો જેમ કે બોરભાઠા ગામ, બોરભાઠા બેટ, શક્કરભાઠા, સરફુદ્દીન, દીવા વગેરે ગામોમાં અતિ જરૂરિયાતમંદ પરિવારોનો સર્વે કરીને રાહત સામગ્રીનું ઘરે ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ઓઢવા પાથરવા માટે બ્લેન્કેટ, મચ્છરદાની, પૂરા પરિવારની રસોઈ બનાવી શકાય અને જમી શકે તેવી વિવિધ 14 સ્ટેનલેસ સ્ટીલનાં વાસણોની કિચન કીટ જેવી સામગ્રીનું અતિ અસરગ્રસ્ત પરિવારને વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરોકત ગામોના કુલ ૩૧૫ પરિવારને રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ રાહત સામગ્રી વિતરણ કાર્યક્રમનું આયોજન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અંકલેશ્વર તાલુકા શાખા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના સહયોગથી કરવામાં આવ્યું હતું.

Advertisement

આ સમગ્ર કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકા શાખાના સેક્રેટરી રાકેશભાઈ સોલંકી, માસ્ટર ટ્રેનર નિલેશ વેજપરા, સ્વયંસેવક વિપુલભાઈ પટેલ, ડીકે નાથાની, સુભાષભાઈ કોઠીયા, ચીમનભાઈ સતાખીયા, કિરીટભાઈ, પ્રવીણભાઈ ચોવટીયા, અરવિંદભાઈ સાવલિયા, હિતેશભાઈ ડોબરીયા, જય ભાઈ તેરૈયા અને બોરભાઠા ગામના યુવાનો જોડાયા હતા.


Share

Related posts

ભરૂચ ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકમાં સતત સાતમી વખત અરૂણસિંહ રણા બિનહરીફ ચેરમેન તરીકે નિમાયા.

ProudOfGujarat

બહુચરાજી મંદિરના નવનિર્માણ કાર્યને લઈ કેબિનેટની બેઠકમાં નિર્ણય, શિખરની ઉંચાઈ 81 ફૂટ કરાશે

ProudOfGujarat

વૈશ્વિક પડકારો છતાં ભારતીય કોર્પોરેટ્સની સ્થિરતા અકબંધ હોવાની પુષ્ટિ કરે છે આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનો કોર્પોરેટ ઈન્ડિયા રિસ્ક ઈન્ડેક્સ 2022

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!