Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : કપડવંજમાં એક જ સોસાયટીના બે મકાનોમાં તસ્કરો ચોરીને અંજામ આપી થયા ફરાર

Share

કપડવંજ શહેરમાં દાણા રોડ પર આવેલ ઈન્દ્રપ્રસ્થ વીલામાં મકાન નંબર 13 માં દિનેશભાઈ ભગાભાઇ પટેલ રહે છે. તેઓ પોતે મહુધાના ઈટાવા ગામે શિક્ષક તરીકે નોકરી કરે છે. દિનેશભાઈ આ મકાનમાં પત્ની અને પુત્ર સાથે રહે છે.  23 મી સપ્ટેમ્બરના રોજ મકાન લોક કરી પરીવાર સાથે પોતાના ગામડે  ગયા હતા. બીજા દિવસે સવારે ઘરે આવતાં દિનેશભાઈ  મકાનનો દરવાજો ખુલ્લો જોઈ ચોકી ઉઠ્યા હતા. ઘરની અંદર તપાસ કરતા ઘરનો  સામાન વેરવિખેર પડેલો હતો. ધરમાં વધુ તપાસ કરતાં તસ્કરોએ રોકડ રૂપિયા અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા અને આ સોસાયટીના નિકુંજભાઈના મકાનમાં પણ તસ્કરોએ ઘૂસી ચોરીને અંજામ આપ્યો હોવાની વિગતો જાણવા મળી હતી. તેમના બંધ મકાનમાં તસ્કરોએ ઘૂસી રોકડ રૂપિયાની ચોરી કરી હતી. આ બનાવમાં બે મકાનોમાં મળી કુલ રૂપિયા ૧ લાખ ૩૨ હજારના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ દિનેશભાઈ ભગાભાઇ પટેલે કપડવંજ ટાઉન પોલીસમાં આપી છે. પોલીસે  ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મોટી કાર્યવાહી, ED એ મનીષ સિસોદિયાના ‘નજીકના સહયોગી’ ની કરી ધરપકડ.

ProudOfGujarat

વાંકલ : વિશ્વ વસ્તી દિન નિમિત્તે માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે જન જાગૃતિ રેલી યોજાય.

ProudOfGujarat

અંકલેશ્વરની ડેનો ફાર્મા કેમિકલ કંપનીમાં બોગસ ઓળખ આપી કંપની ઉપર રૂઆબ છાંટતા બે ઈસમો ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!