Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડતાલ પાસે ગુતાલ બ્રિજ પર કાર પલ્ટી ખાઇ જતાં એકનુ મોત નિપજ્યું , બે ધાયલ

Share

ખેડા જિલ્લાના વડતાલ પોલીસ સ્ટેશનની હદમાં આવાતા ગુતાલ બ્રીજ પર ગઇ કાલે અકસ્માત સર્જાયો હતો. જેમાં કાર એકાએક પલ્ટી ખાઈ હાઈવેના રોંગ સાઈડમા ૧૦૦ મીટર જેટલી ધસડાઈ ગઇ હતી  કારમાં સવાર ૩ પૈકી એક કિશોરનુ મોત નિપજ્યું છે. જ્યારે બે લોકો ઘાયલ થયા છે.

નડિયાદ તાલુકાના ગુતાલ પાસે નેશનલ  હાઈવે પર મંગળવારે રાત્રે આણંદ તરફથી કાર નડિયાદ તરફ આવતી હતી તે વખતે  ગુતાલ બ્રિજ પર કાર ચાલકે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ પરજ પલટી ખાઈ ગઈ અને રોંગ સાઈડમાં ઘૂસી અંદજે ૧૦૦ મીટર સુધી ઘસડાઈ હતી. જેથી કારમા બેઠેલા ચાલક સહિત ત્રણ યુવકોને શરીરે ઇજા પહોંચી હતી. જેમાં  શ્લોક ચિરાગભાઈ જોશી  (રહે -અંબાલાલ પાર્ક ઇન્દિરાગાંધી રોડ, નડિયાદ)નામના કિશોરનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે વડતાલ પોલીસે  ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

કાલોલ પુસ્તક પરબ ખાતે ગાંધી જન્મજયંતિ નિમિત્તે ગાંધી કાવ્ય પાઠ યોજાયો.

ProudOfGujarat

વાગરાનાં મુલેર ગામે દરિયામાં ડૂબી જતાં 6 લોકોના મોત

ProudOfGujarat

ભરૂચ : રાજપારડી વિજ કંપનીમાં વિદાય લેતા ઇજનેરને વિદાયમાન તથા નવા ઇજનેરને આવકાર અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!