Proud of Gujarat
FeaturedGujaratINDIA

વડોદરા : કરજણના ભરથાણા ટોલનાકા પાસેથી ૧૯ લાખ ઉપરાંતનો દારૂનો જથ્થો વડોદરા રૂરલ એલ.સી.બી પોલીસે ઝડપી પાડયો.

Share

વડોદરા જિલ્લાના કરજણ નજીક આવેલા ભરથાણા ટોલ નાકા પાસેથી વડોદરા રૂરલ એલ સી બી પોલીસે દારૂનો મસ મોટો જથ્થો ઝડપી પાડતા દારૂનો ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યાં અનુસાર વડોદરા રૂરલ એલ સી બી પોલીસ સ્ટાફ સાથે કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગમા હતી. તે દરમ્યાન ફરતા ફરતા ભરથાણા ટોલનાકા પાસે આવતા અમોને અમારા બાતમીદારથી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, એક બંધ બોડીની અશોક લેલન ગાડી નંબર MH-14-GU-5556 માં ભારતીય બનાવટનો વિદેશીદારુનો જથ્થો ભરેલ છે અને હાલમાં આ અશોક લેલન ગાડી ભરુચથી વડોદરા આવી રહેલ છે.

જે હકીકત આધારે સ્ટાફ સાથે ભરથાણા ટોલનાકા ઉપરથી આરોપી ડ્રાઇવર (૧) યલ્લપ્પા રામના કાનાલે ઉવ. ૪૩ રહે, પ્લોટ નં. કુરલી ગામ થાણા ચાકણ તા. ખેડ જી. પુણા મહારાષ્ટ્ર નાએ પોતાના કબ્જાના અશોક લેલન ગાડી નંબર. MH-14-GU-5556 માં વગર પાસ પરમીટે ભારતીય બનાવટની વિદેશી દારુની પેટી નંગ-૪૩૬ જેમા કુલ બોટલ નંગ ૫૭૭૨ કિ.રૂ. ૧૯,૮૪,૮૦૦/- નો તથા મોબાઇલ ફોન નંગ- ૨ કિ.રૂા. ૨૫૦૦/- તથા બંધ બોડીની અશોક લેલન ગાડી નં MH-14-GU-5556 કિ.રૂા. ૧૦,૦૦,૦૦૦/- તથા GRL TRACK TECH માર્કાવાળું જી.પી.એસ. ટ્રેકર કીરૂ. ૫,૦૦૦/- મળી કુલ કીરૂ, ૨૯,૯૨,૩૦૦/- ના મુદામાલ કબ્જે કર્યો હતો. પોલીસે વિદેશી દારૂનો જથ્થો ભરી આપનાર રવી રહે. સોલાપુર જેનો વોટસએપ મો. નંબર ૮૬૦૦૮૭૪૯૯૩ તથા (૩) વોટસએપ મો. નં. ૯૦૫૪૧૫૧૪૯૬ વાળા ઇસમના કહેવા મુજબ ગાંધીધામ જવા નીકળેલ તે ઇસમ વિરૂધ્ધ પ્રોહી એક્ટ હેઠળ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

રાજપારડી નગરમાં શરતોને આધિન ધંધા શરુ કરવાની મંજુરી બાદ બજારો ધબકતા થયા.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં ઝધડીયાનાં દરિયા ગામનાં પરણિત પુરુષ અને સગીરાનાં આપધાત કેસમાં પડવાણિયાનાં સરપંચ સહિત 7 લોકો સામે આપધાત માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરવામાં આવ્યો.

ProudOfGujarat

હરિધામ સોખડા મંદિરના નવા ગાદીપતિ કોણ બનશે? આ નામ છે ચર્ચામાં…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!