Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડાકોર મંદિરના 1200 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત આ માંગ ઉઠી : 2 બહેનો અધિકાર માટે મેદાનમાં ઉતરી

Share

ગુજરાતના પ્રખ્યાત યાત્રાધામ ડાકોરમા ફરી એકવાર વિવાદનો મધપૂડો છંછેડાયો છે. રણછોડરાયની સેવાને લઈને વારાદારી બહેનો દ્વારા માંગ કરાઈ છે. મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી, ત્યારે ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બંન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરી છે. બે બહેનોએ ડાકોરના રણછોડરાય મંદિરમાં પૂજાનો અધિકાર માંગ્યો છે. સ્વર્ગસ્થ મંદિરના પૂજારી કૃષ્ણલાલા સેવકની દીકરીઓએ સીધા વારસદાર હોવાથી બંને બહેનોએ મંદિરમાં સેવા પૂજા કરવાનો અધિકાર છે તેવું જણાવ્યું છે. બંને બહેનોએ મંદિરમાં પૂજા માટે સુરક્ષાની પણ માંગ કરી છે.

ત્યારે પોલીસે પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિર્દેશન કર્યો . મહત્વનું છે કે રણછોડરાયની સેવાને લઈને વારાદારી બહેનો દ્વારા માંગ કરાઈ છે. મંદિરના 1200 વર્ષના ઈતિહાસમાં કોઈ મહિલાએ ભગવાનની પૂજા નથી કરી, ત્યારે ઇન્દિરાબેન અને ભગવતીબેન નામની બંન્ને બહેનોએ કોઈપણ સંજોગોમાં રણછોડરાયની સેવા પૂજા કરશે તેવી જાહેરાત કરી છે. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારસદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. આ બંને મહિલાઓએ કહ્યું કે, 2 અને 3 ઓક્ટોબર ના રોજ તેમના પરિવારનો સેવા પૂજાનો વારો આવતો હોઈ મંદિર દ્વારા તેમના પ્રતિનિધિ ને પૂજા કરવા મોકલે તેવો પત્ર પાઠવાયો હતો. ડાકોરના મંદિરના ઈતિહાસમાં આજદિન સુધી કોઈ મહિલાએ પૂજા નથી કરી. ડાકોરમાં રણછોડરાયની પૂજા કરવા દેવા માટે વંશ પરંપરાગત વારાદારી મહિલા બહેનો દ્વારા માંગ કરાઈ છે. આ બંને મહિલાઓએ કહ્યું કે, તા.2 અને 3 ઓક્ટોબર ના રોજ તેમના પરિવારનો સેવા પૂજાનો વારો આવતો હોઈ મંદિર દ્વારા તેમના પ્રતિનિધિ ને પૂજા કરવા મોકલે તેવો પત્ર પાઠવાયો હતો.

Advertisement

જેથી આ બંને બહેનો દ્વારા જાતે જ સેવા પૂજા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ બંને બહેનોએ પૂજા કરવા માટે સુરક્ષાની પણ માંગ કરી છે. તેમના પર આ સમયે કોઈ હુમલો થઈ શકે છે, તેથી સુરક્ષાના ભાગરૂપે તેમણે આ માંગણી કરી છે. ડાકોર મંદિરમાં 1978 પહેલા કૃષ્ણલાલ સેવકનો પરિવાર વારાદારી તરીકે પૂજા કરતો આવ્યો છે. પરંતુ તેમને સંતાનમાં બે દીકરીઓ હોવાથી મંદિરમા પૂજા કરવા વિશે વિવાદ ઉઠ્યો હતો. ત્યારે કૃષ્ણલાલ સેવકના ભાઈ જયંતિલાલ સેવક અને ગરાધર સેવકે પોતે પૂજા કરશે તેવો કોર્ટ કેસ કર્યો હતો. જોકે, આ 2018 ના વર્ષમાં કેસનો ચુકાદો પોતાની તરફેણમાં આવ્યો હોવાનો ઇન્દિરાબેન અને ભગવતીબેનનો દાવો છે.


Share

Related posts

આર.ટી.ઓ કચેરી ખાતે કર્મચારી ઓની લાલયાવાડી

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઇનરવ્હીલ ક્લબ ઓફ દ્વારા બ્રાન્ડિંગનાં બેનર લગાવાયા.

ProudOfGujarat

ભરૂચના મનુબર ગામના યુવાન અને વલણ ગામના યુવાન પર સાઉથ આફ્રિકામાં હુમલો.જાણો ક્યાં અને કેવી રીતે ?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!