Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

જંબુસરનાં કલક ગામેં ટ્રેકટર પલ્ટી જતા એકનું મોત, બે મહિલાને ઈજા…

Share

જંબુસર નાં કલક ગામેં ખેતર માંથી પસાર થઇ રહેલ એક ટ્રેકટર અચાનક પલ્ટી જતા અકસ્માત સર્જાયો હતો, અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યુ હતુ, જ્યારે અન્ય બે મહિલાઓને ઈજાઓ થઈ હતી.

કલક ગામે ટ્રેકટરમાં ટ્રેકટરનો ચાલક સહિત 7 લોકો બેસીને ખેતર માંથી પસાર થઇ રહ્યા હતા. તેવો ટ્રેકટરમાં પાણીની પાઇપ લાઈન માટેની પાઇપો લઈ જતા હતા. તે દરમિયાન અચાનક ટ્રેકટર પલ્ટી ખાઈ ગયુ હતુ.

Advertisement

જેના કારણે ટ્રેક્ટર નીચે દબાઈ જવાથી મજૂરી કામ કરતા મઢીયા પટેલીયાનું કરુણ મોત નિપજ્યુ હતુ, અને બે મહિલાઓ ને ઈજા પહોંચતા સારવાર અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.


Share

Related posts

મલ્ટીપ્લેક્ષમાં શા માટે રહે છે પ્રેક્ષકોની પાંખી હાજરી ? જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : ઉભા પાકને નુકસાન પહોંચતા જિલ્લાના ધરતીપુત્રો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું.

ProudOfGujarat

લીંબડીનાં સ્પોર્ટસ સંકુલ ખાતે હોકી, કબ્બડ્ડી, અને વોલીબોલની તાલુકા કક્ષાની સ્પર્ધા યોજાઇ.

ProudOfGujarat
error: Content is protected !!