Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : હલદરવા ગામ નજીક આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં ટ્રકમાં આગ લાગતા અફરાતફરી મચી

Share

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર વડોદરા જિલ્લાના સરહદી ગામ હલદરવા નજીક આવેલી એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી લિકવિડ ભરેલી એક ટ્રકમાં કોઇ કારણોસર આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી. ટ્રકમાં આગ લાગતા ધુમાડાના ગોટેગોટા આકાશ તરફ ઉંચે ચડતા લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા.

આગની જાણ થતાં કરજણ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર જઈ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. આગના કારણે ટ્રકને મોટુ નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. સદનસીબે જાનહાનિ ટળી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

યાકુબ પટેલ, કરજણ

Advertisement

Share

Related posts

નોરા ફતેહીએ ‘આયે હાયે’ના શૂટિંગ દરમિયાન કરણ ઔજલા સાથે મસ્તીભરી પંજાબી ચેટ કરવાનો BTS વિડિયો રિલીઝ કર્યો હતો.

ProudOfGujarat

ભરૂચ : લેન્ડ ગ્લેબિંગ પ્રોહિબિશન એકટ મુજબ કરેલ 15 ફરિયાદની તાત્કાલિક એફ.આઇ.આર. કરવા કલેકટરને આવેદનપત્ર.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા નાઓ તરફથી જીલ્લામાં દારૂબંધી અંગે ના કડક અમલ સારૂ ખાસ ઝુંબેસ રાખવામાં આવેલ છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!