Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

“એક ભારત શ્રેષ્ઠ ભારત” ઉક્તિને ચરિતાર્થ કરતા પિરામીડ ડાન્સનું પ્રદર્શન તિલકવાડાનાં જવાહર નવોદય વિદ્યાલયના બાળકોએ કર્યું.

Share

તિલકવાડા ખાતે તારીખ ૨૬/૦૧/૧૮ નાં રોજ ઉજવાયેલા ગણતંત્ર દિવસના જીલ્લા કક્ષાના કાર્યક્રમમાં જવાહર નવોદય વિદ્યાલયના ૭૦ બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો.

વિદ્યાલયના બાળકો દ્વારા રાષ્ટ્રીય એકતાને પ્રજવલ્લિત કરતા “એક ભારત શ્રેષ્ઠ ભારત” તથા સરકાર દ્વારા ચલાવવામાં આવતા વિવિધ અભિયાનોને જાગૃત કરતા પોસ્ટર સાથે પીરામીડ ડાંસ રજૂ કરવામાં આવ્યો હતો.

Advertisement

સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો દ્વારા સરાહવામાં આવ્યો હતો. વિદ્યાલયના બાળકોને કાર્યક્રમના અતિથી વિશેષ અને નર્મદા જીલ્લાના કલેકટર આર.એસ.નીનામા દ્વારા પ્રમાણ પત્ર તેમજ ૪,૬૦૦ રૂપિયાનું રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ વિધ્યાલય નાં પ્રાચાર્ય સેફાલી સિંહ નાં માર્ગદર્શન હેઠળ વિદ્યાલયના સંગીત શિક્ષક આવૃત ભટ્ટ તેમજ વ્યાયામ શિક્ષિકા ડિમ્પલ ગેવરીયા દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો. વિદ્યાલયના તમામ શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવા પોતાનું યોગદાન આપ્યું હતું.


Share

Related posts

વલસાડ રૂરલ પોલીસ દ્વારા બુટલેગરો પર કાયદાનો માર

ProudOfGujarat

વલસાડમાં ધોરણ-10ની પૂરક પરીક્ષા આપતો ડમી વિદ્યાર્થી રંગેહાથ ઝડપાયો…

ProudOfGujarat

નડિયાદમાં ટ્રક અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાતા રિક્ષા ચાલકનુ મોત નિપજ્યું

ProudOfGujarat
error: Content is protected !!