Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત કેવડીયા કોલોની ખાતે 0 થી ૫ વર્ષના બાળકોને પોલિયોને રસીના ટીપાં પીવડાવ્યા

Share

તા. ૨૮/૦૧/૧૮ નાં રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત નર્મદા જીલ્લાના કેવડીયા કોલોની ખાતે બાળ લકવા નાબુદી માટે 0 થી ૫ વર્ષના બાળકોને પોલિયનાંબેટીપાં પીવડાવી જીલ્લા પંચાયત નર્મદા બાંધકામ સમિતિના અધ્યક્ષ દિનેશભાઈ જે.તડવીના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો.પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરિયા નાં મેં.ઓ ડો.મનીષા વસાવા તાલુકા હેલ્થ ઓફીસ ગરૂડેશ્વરથી ટી.આઈ.ઈ.સી.ઓ નીતેશ ભટ્ટ તથા બોરિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓને અને આશા બહેનો હાજર રહ્યા હતા. ગરૂડેશ્વર તાલુકાના 0 થી ૫ વર્ષના ૬,૬૬૬ બાળકોને પેરામેડિકલ ૧૧૪ ટીમ દ્વારા પોલિયોની રસી પીવડાવવામાં આવશે. તાલુકા આરોગ્ય અધિકારી ડો.એ.કે.સુમનના માર્ગદર્શન હેઠળ ચાર ટ્રાન્જીકટ પોઈન્ટ અને મેલા બજારની ટીમ દ્વારા સમગ્ર કામગીરી કરવામાં આવશે. તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઝરિયા  થી તાલુકા પ્રમુખ લલીતાબેન ડી તડવી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેતપૂરના લિંક ખેતરથી જીલ્લા પંચાયત સદસ્ય ઈશ્વરભાઈ બી તડવી દ્વારા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નવા વાઘપૂરા તથા ગરૂડેશ્વરથી જીલ્લા પંચાયત સદસ્ય શારદાબેન વી. તડવી દ્વારા આ કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લા પંચાયત ઉપ પ્રમુખે ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ લોકોની સમસ્યા સાંભળી.

ProudOfGujarat

રાજપીપળા: નાંદોદ તાલુકાના તોરણા ગામે કબ્રસ્તાનમાં ૧૨૦૦ થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું

ProudOfGujarat

ભરૂચ : સરાહનીય કામગીરી : મુખ બધિર ધ્વનિ શાળાને ઇનરવ્હીલ ક્લબ દ્વારા 25 હજાર રૂપિયાનો ચેક અપાયો.

ProudOfGujarat
error: Content is protected !!