Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ માંડવા ટોલ ટેક્સ પર સ્થાનિક વાહનો પાસેથી ટોલ કપાટ શરૂ થતા કોંગ્રેસમાં આગેવાનોનો હલ્લો, 10 દિવસનું અપાયું અલ્ટીમેટમ

Share

ભરૂચ જિલ્લામાં ઝાડેશ્વરથી અંકલેશ્વર તરફ જોડતા નેશનલ હાઇવે 48 ઉપર માંડવા ગામ પાસે ટોલ ટેક્સ આવેલું છે, આ ટોલ ટેક્સ ઉપર અત્યાર સુધી સ્થાનિક ભરૂચ જિલ્લાના વાહનો માટે ટોલ મુક્તિ હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી ટોલ ટેક્સ પરથી પસાર થતા સ્થાનિક વાહન ચાલકો પાસેથી પણ ટોલ કપાટ શરૂ થઈ હતી.

આજરોજ ઝઘડિયા તાલુકાના કોંગ્રેસના પ્રમુખ ધનરાજ વસાવા સહિતના કોંગી કાર્યકરોએ ટોલ ઓફિસ ખાતે દોડી જઈ સ્થાનિક વાહનો થકી ટોલ કપાટ સહિત ટ્રાફિક જેવી બાબતે ટોલ અધિકારી ને ઉગ્ર રજુઆત કરી હતી સાથે જ જો વહેલી તકે સ્થાનિક વાહનો પાસેથી ટોલ ઉઘરાવવાનું બંધ નહીં કરવામાં આવે તો આગામી 10 દિવસમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

ઝઘડીયા : ઉમલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયતને સેનેટાઇઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા પંચાયતનું પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર

ProudOfGujarat

નડિયાદ રીંગ રોડ પર દારૂ ભરેલી ટ્રકે બાઇકને ટક્કર મારતાં એકનું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!