Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

સાઉથ આફ્રિકા ખાતે કાર અકસ્માતમાં મનુબરના આશાસ્પદ યુવાનનું મોત

Share

રોજી રોટી અને ઉજ્જવલ ભવિષ્યની આશા સાથે ભરૂચ તાલુકાના મનુબર ગામેથી સાઉથ આફ્રિકાના સ્વાજિલેન્ડ ખાતે સ્થાયી થનારા સમસુદિન નવગજાઓનું કાર અકસ્માતમાં મોત નીપજ્યા મનુબર ગામે શોકનું મોજું પ્રવર્તી જવા પામ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મનુબર ગામના માજી સરપંચ ઐયુબભાઈ નાવગજાના પૂત્ર સમસુદિન છેલ્લા ૨૫ વર્ષથી આફિકા સ્થાયી થયા હતા. સામાજિક કાર્યકર તરીકે સેવા બજાવનાર સમસુદિન વ્યવસાયે સકુબ વેપારી તરીકેની છાપ ધરાવતા હતા. ગતરોજ ધંધાના કામઅર્થે સાઉથ આફ્રિકાના જહોનીસબર્ગ ગયા બાદ તેઓ પોતાની કારમાં સ્વાજીલેન્ડ પરત ફરી રહ્યા હતા તે વેળાએ આફ્રિકાના બીનોની ટાઉન ખાતે એક ટ્રેલરના ચાલકે પૂરઝડપે હંકારી કારને અડફેટે લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં સમસુદિન નવગજાનું કરૂણ મોત નીપજવા પામ્યું હતું. દુઃખદ ઘટનાના પગલે આફ્રિકામાં વસતા ગુજરાતી પરિવારો અને મનુબર ગામે શોકનું મોજું પ્રવર્તી જવા પામ્યું છે.

Advertisement


Share

Related posts

વડોદરામાં નમકીનના ટેમ્પામાં દારૂની હેરાફેરી કરતાં બે ઇસમો ઝડપાયા.

ProudOfGujarat

તાઉતેનો તાંડવ : જિલ્લામાં કુલ 289 મીમી વરસાદ ત્રાટક્યો ! જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો.

ProudOfGujarat

પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા ૪ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat
error: Content is protected !!